Beneficial News

બેખોફ બાબુઓ સાવધાન! મનફાવે તેવું વર્તન કરશો તો ઘરભેગા કરી દઇશું: રાજેન્દ્ર ત્રિવેદી
અધિકારીઓની મનમાની વિજય રૂપાણી સરકારમાં ખુબ જ વધી ગઇ હોવાના આરોપો વારંવાર લાગતા રહ્યા હતા. જો કે હવે સમગ્ર મંત્રિમંડળમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે, મુખ્યમંત્રીથી માંડીને તમામ મંત્રીઓને બદલી નંખાયા છે ત્યારે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ડભોઇમાં મોટું નિવેદન આપ્યું હતું. ત્રિવેદીએ કહ્યું કે, અધિકારીઓએ હવે ભૂલનો દંડ ભોગવવો પડશે. અધિકારીઓએ પ્રજાલક્ષી કામ કરવા પડશે. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આકસ્મિક સરકારી કચેરીઓની મુલાકાત લેશે. આ ઉપરાંત ધારાસભ્યો કલેકટર ઓફિસની બહાર હવે નહીં ઉભા રહે. સીધા જ કલેક્ટર ઓફીસની અંદર જઇ શકશે. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવા જણાવ્યું હતું. કોર્ટમાં ચાલતા ખોટા સાક્ષીઓને પ્રાધાન્ય નહીં આપવામાં આવે. 
Oct 1,2021, 22:57 PM IST

Trending news