Badshah News

દેવ પગલીના ‘ચાંદવાલા મુખડા’ એ તોડ્યા તમામ રેકોર્ડ, બોલિવુડના બાદશાહને પણ પછાડી દીધા
હિન્દી સોંગ 'ચાંદ વાલા મુખડા' (Chand Wala Mukhda) એ હાલ આખા દેશમાં ધૂમ મચાવી રહ્યું છે. આ સોન્ગે હાલ સોશિયલ મીડિયા પર નવો જ રેકોર્ડ બનાવી દીધો છે. દેશભરમાં દરેકના મોઢે ગવાઈ રહેલું અને લોકોને નાચવા પર મજબૂર કરી રહેલું આ ગીત ગુજરાતી સિંગર્સ દેવ પગલી (DevPagli) અને જિગર ઠાકોરે (Jigar Thakor) ગાયુ છે. આ સોન્ગે હાલ તમામ રેકોર્ડ તોડી દીધા છે. કેમ કે, ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ (instagram reels) બાબતે બાદશાહ (Badshah) , અક્ષય કુમાર સહિતના સ્ટાર અને સિંગર્સને પાછળ છોડી દીધા છે. આ સોન્ગ પર અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 4.7 મિલિયન્સથી પણ વધારે રીલ્સ બની ચૂકી છે. ચાંદ વાલા મુખજા સોન્ગ એટલું પોપ્યૂલર થયું છે કે, તેને બાદશાહના સોન્ગને પણ પાછળ છોડી દીધું છે. 
Dec 18,2021, 16:54 PM IST

Trending news