Shocking: બોલીવુડ સ્ટાર રેપર બાદશાહની કારનો થયો અકસ્માત, થયો આબાદ બચાવ

બોલીવુડના જાણીતા સિંગર (punjabi song) અને પંજાબી રેપર (punjabi rapper) બાદશાહને (Badshah) લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ખબર છે કે બાદશાહની કારનો (Car Accident) લુધિયાણામાં (Ludhiana) મોટો અકસ્માત થયો છે. સિંગર પંજાબના લુધિયાણામાં એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો એ સમયે આ ર્દુઘટના બની હતી. આ સમાચાર સામે આવતાં બાદશાહના ફેન ચિંતિત થયા છે

Shocking: બોલીવુડ સ્ટાર રેપર બાદશાહની કારનો થયો અકસ્માત, થયો આબાદ બચાવ

નવી દિલ્હી : બોલીવુડના જાણીતા સિંગર અને પંજાબી રેપર બાદશાહને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ખબર છે કે બાદશાહની કારનો લુધિયાણામાં મોટો અકસ્માત થયો છે. સિંગર પંજાબના લુધિયાણામાં એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો એ સમયે આ ર્દુઘટના બની હતી. આ સમાચાર સામે આવતાં બાદશાહના ફેન ચિંતિત થયા છે. 

અમારી સહયોગી વેબસાઇટ bollywoodlife.com ના રિપોર્ટ અનુસાર આ ર્દુઘટના નેશનલ હાઇવે પર બની હતી. નેશનલ હાઇવે 1 પર એક ટેન્કરે આર્મી ટ્રકને ટક્કર મારી અને જેની જપેટમાં 50 જેટલી ગાડીઓ આવી ગઇ. આ ભયંકર ટક્કરમાં બાદશાહની કાર પણ હતી. જોકે સદનસીબે કોઇને મોટી ઇજા થઇ નથી. 

કહેવાય છે કે આ અકસ્માત દરમિયાન બાદશાહ સાથે પંજાબી સિગર અને એમના મિત્ર એમી વિર્ક (Amy Virk) પણ હતા પરંતુ આ અંગે હજુ સુધી બાદશાહ તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી.

બાદશાહ (Badshah) ની વાત કરીએ તો તેમણે ઔર દસ કિતની તરીફાં, મર્સી, અખ લડ જાવે અને મુન્ના બદનામ જેવા અનેક સુપરહિટ ગીતોથી બોલીવુડમાં હંગામો મચાવ્યો છે. અગાઉ તે સોનાક્ષી સાથા ફિલ્મ ખાનદાની શફાખાનામાં એક્ટિંગમાં પણ ડેબ્યૂ કરી ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news