એક પછી એક વિવાદોમાં પડી રહી છે આયુષ્યમાનની ‘બાલા’, પંજાબી સિંગરે આપી ચેતવણી
Trending Photos
નવી દિલ્હી :આયુષ્યમાન ખુરાના (Ayushmann Khurrana)ની આગામી ફિલ્મ બાલા (Bala)નું ગીત 'Don’t Be Shy' રિલીઝ થયું છે. આ ગીત રિલીઝ થતા જ ચર્ચામાં આવી ગયું છે. પરંતુ હવે આ ગીતને લઈને ફિલ્મ મેકર્સ પર ચોરીના આરોપ લાગ્યા છે. ફેમસ પંજાબી સિંગર ડો જ્યૂસે (Dr Zeus) બાલાના મેકર્સને ખુલ્લેઆમ ચેતવણી આપી છે. આયુષ્યમાન ખુરાના, ભૂમિ પેંડનેકર (Bhumi Pednekar) અને યામી ગૌતમ (Yami Gautam)ની ફિલ્મ બાલાનું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ ખબરોમાં છે. ફિલ્મ પહેલા ઉજડા ચમન ફિલ્મની સાથે વિવાદમાં ઘેરાઈ હતી, અને હેવ નિર્માતાઓને ડિ જ્યુસેના વકીલ તરફથી નોટિસ મળી છે.
આ મામલાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર સુધી લઈ જતા ડો. જ્યૂસે લખ્યું કે, ''@sonymusicindia @MaddockFilms @Its_Badshah @SonyMusicUK @SachinJigarLive એ આ બિંદુ પર અને કેવી રીતે આ લોકો bની સવારી કરી રહ્યાં છે. જૂના હિટ અને બકવાસ. મારા વકીલ સંપર્કમાં રહેશે.
જોકે, ટ્વિટમાં ડો જ્યૂસે જે ભાષાનો ઉપયોગ કર્યો છે, તે લખી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 12 નવેન્બરના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે 7 નવેમ્બરના રોજ રિલીઝ થશે.
દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે