Announces News

મોરબી નગર પાલિકાનું 370 કરોડ રૂપિયાનું બજેટ રજુ, ભાજપે વિકાસ રૂંધનારૂ બજેટ ગણાવ્યું
નગરપાલિકાનું વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ ગત જનરલ બોર્ડની અંદર નામંજુર કરવામાં આવ્યુ હતુ, ત્યારે ભાજપ દ્વારા આ બજેટને ભ્રષ્ટાચારયુક્ત બજેટ ગણાવ્યું હતું. આ વાતને આજે મળેલી જનરલ બોર્ડની બેઠકની અંદર પણ ભાજપ દ્વારા પકડી રાખવામાં આવી હતી. આજરોજ મોરબી નગરપાલિકાની અંદર શાસક પક્ષ દ્વારા કુલ મળીને ૩૭૦ કરોડનું ૧.૧૭ લાખની પુરાંતવાળુ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટને વિકાસને રૂંધનારુ અને ભ્રષ્ટાચારમુક્ત બજેટ ભાજપ દ્વારા ગણાવવામાં આવ્યું હતું. છેલ્લા વર્ષની અંદર નગરપાલિકા દ્વારા રોડ રસ્તા લાઈટ પાણીની અંદર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં પણ લોકોને સારી પ્રાથમિક સુવિધા નથી મળી રહી. જેથી કરીને નગરપાલિકાના શાસકો લોકોની સુખાકારીમાં વધારો કરવામાં નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો.
Sep 14,2020, 18:41 PM IST
કેતન ઇનામદાર મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું બેઠક સફળ, રાજીનામું પરત
Jan 23,2020, 18:26 PM IST

Trending news