PSI ની ભરતીનાં નામે VIRAL થયેલા પત્રનું જાણો શું છે સત્ય? ભરતી બહાર પડી કે ફેક ન્યૂઝ છે?

લાંબા સમયથી જે પોલીસ ભરતીની રાહ જોવાઇ રહી હતી તે પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) સંવર્ગની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ અંગેનું અધિકારીક નોટિફિકેશન પણ સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે. વિકાસ સહાય દ્વારા આ અંગેની અધિકારીક જાહેરાત કરવામાં આવી હતી. 

PSI ની ભરતીનાં નામે VIRAL થયેલા પત્રનું જાણો શું છે સત્ય? ભરતી બહાર પડી કે ફેક ન્યૂઝ છે?

અમદાવાદ : લાંબા સમયથી જે પોલીસ ભરતીની રાહ જોવાઇ રહી હતી તે પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) સંવર્ગની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ અંગેનું અધિકારીક નોટિફિકેશન પણ સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે. વિકાસ સહાય દ્વારા આ અંગેની અધિકારીક જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહિલા અને પુરૂષ પોલીસ સબ ઇન્સપેક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટરની 202 જગ્યા છે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર (મહિલા) માટે 98 પદ છે. હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર (પુરૂષ) ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફીસર (પુરૂષ)18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિન હથિયારી મદદનીશ સબ ઇન્સપેક્ટર (પુરૂષ) 659, બિન હથિયારી મદદનીશ સબ ઇન્સપેક્ટર (મહિલા) 324 આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. 

પદનું નામ કુલ જગ્યા
પુરૂષ બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) 202
મહિલા બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) 98
પુરૂષ હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર 72
પુરૂષ ઇન્ટેલીજન્સ ઓફીસર 18
મહિલા ઇન્ટેલિજન્સ ઓફીસર 9
પુરૂષ બિન હથિયારી મદદનીશ સબ ઇન્સપેક્ટર (ASI) 659
મહિલા બિન હથિયારી મદદનીશ સબ ઇન્સપેક્ટર (ASI) 324
કુલ 1382

Gujarat Corona Update: નવા 715 દર્દી 495 રિકવર થયા, 2 નાગરિકોનાં નિપજ્યાં મોત

અત્રે ઉલ્લેખનીય છે કે,ખાસ કરીને યુવાનોને ખુશ કરવા માટે સરકારી ભરતીઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સરકારી ભરતી હાલ રાજ્યનો એક સૌથી મોટો પ્રશ્ન બનેલી છે ત્યારે સરકાર દ્વારા પોલીસ વિભાગમાં ખુબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ગૃહવિભાગ માટે રૂ 7503 કરોડની જોગવાઈ કરાઈ છે. કાયદો વ્યવસ્થા જાળવવા નવી 11 હજાર જગ્યાઓ ઉભી કરાશે. જેનાથી નવી રોજગારીની તકો ઉભી થશે. હોમગાર્ડનું સંખ્યાબળ 45280થી વધારીને 49808 કરાશે. હોમગાર્ડમાં 4528ની સંખ્યાનો વધારો થશે. વિશ્વાસ પ્રોજેકટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવવા રૂ 111 કરોડની જોગવાઈ કરાઈ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news