દુન સ્કુલની અનોખી પહેલ: અમદાવાદની ખાનગી શાળાએ 1 પર 1 ફ્રીની સ્કીમ જાહેર કરી
શહેરના વસ્ત્રાલમાં આવેલી દુન પ્રીમિયમ સ્કૂલનો માનવીય અભિગમ સામે આવ્યો છે. મોલ - શોપિંગ સેન્ટરમાં જોવા મળતી ઓફરની જેમ કોરોના મહામારીમાં વાલીઓને રાહત આપવા અનોખી પહેલ કરી છે. દુન સ્કૂલના સંચાલકે એક વિદ્યાર્થી સાથે અન્ય એક વિદ્યાર્થીની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે.
Trending Photos
અતુલ તિવારી/ અમદાવાદ: શહેરના વસ્ત્રાલમાં આવેલી દુન પ્રીમિયમ સ્કૂલનો માનવીય અભિગમ સામે આવ્યો છે. મોલ - શોપિંગ સેન્ટરમાં જોવા મળતી ઓફરની જેમ કોરોના મહામારીમાં વાલીઓને રાહત આપવા અનોખી પહેલ કરી છે. દુન સ્કૂલના સંચાલકે એક વિદ્યાર્થી સાથે અન્ય એક વિદ્યાર્થીની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે.
પ્રથમ વિદ્યાર્થી પાસેથી ફી પેટે 25 હજાર લીધા બાદ એની સાથેના અન્ય વિદ્યાર્થીની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે. એક બાળકની ફી ભરો અન્ય એક બાળકને વિના મૂલ્યે અભ્યાસ કરાવો એ પ્રકારે વાલીઓને સ્કીમ જાહેર કરી છે. સ્કૂલ સંચાલકે આપેલી આ પ્રકારની રાહતનો લાભ અત્યાર સુધી સ્કૂલના 80 બાળકોએ લીધો હોવાનું પણ સામે આવ્યું છે.
દુન સ્કૂલના સંચાલક વિપુલ સેવકે ઝી 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું કે કોરોનાકાળમાં બાળકો અને વાલીઓની સ્થિતિથી સૌ અવગત છીએ, એવામાં અમે વાલીઓને શુ મદદ કરી શકીએ છીએ, એ વિચારીને આ પ્રકારે રાહત આપી છે. જે રાહતનો લાભ જે વાલીઓ ના પણ લઈ શકે અને ફી ભરવામાં મુશ્કેલી હોય તેમની સાથે બેસીને પણ અમે ફીમાં રાહત આપી રહ્યા છે.
હાલ આઠમા ધોરણ સુધીના બાળકોને એકની ફી ભરે અને બીજા બાળકની ફી માફીનો લાભ આ વર્ષ પૂરતું આપવાનું નક્કી કર્યું છે. ત્યાર બાદનાં વર્ષથી ફી તમામ વિદ્યાર્થીઓ પાસેથી વસુલવામાં આવશે. જેથી આ એક પ્રકારે વિદ્યાર્થીઓને આકર્ષવા માટે સ્કીમ હોય તેવું પણ લાગી રહ્યું છે. તો બીજી તરફ કોરોના કાળમાં વાલીને એક વર્ષ માટે રાહત મળી તે પણ મોટી વાત છે. અન્ય ખાનગી શાળાઓ પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે આ અભિગમ સરાહનીય ગણવો કે માર્કેટિંગ સ્ટ્રેટેજી તે તો લોકો જ નક્કી કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે