AHMEDABAD માં નહી થાય રથયાત્રાનું આયોજન, છેલ્લી ઘડીએ પોલીસે પરવાનગી નહી આપતા ઇસ્કોનની જાહેરાત

AHMEDABAD માં નહી થાય રથયાત્રાનું આયોજન, છેલ્લી ઘડીએ પોલીસે પરવાનગી નહી આપતા ઇસ્કોનની જાહેરાત
  • સતત બીજા વર્ષે પશ્ચિમમાં નહી થાય રથયાત્રાનું આયોજન
  • પોલીસ દ્વારા પશ્ચિમમાં નિકળતી પરંપરાગત રથયાત્રાને પરવાનગી નથી આપવામાં આવી

અમદાવાદ : શહેરમાં બહુપ્રતિક્ષિત રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતમાં રથયાત્રા માટે પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે. તેવામાં ગુજરાત સરકાર દ્વારા રથયાત્રાને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. જો કે અમદાવાદ પુર્વમાં જગન્નાથ મંદિરમાંથી નિકળતી રથયાત્રા બાદ પશ્ચિમમાં ઇસ્કોનથી નિકળતી રથયાત્રાનું પણ એટલું જ મહત્વ છે. જો કે આ વખતે ઇસ્કોન મંદિર ટ્રસ્ટ દ્વારા 150 લોકોની હાજરીમાં રથયાત્રા માટેની પરવાનગી માંગી હતી. 

જો કે રથયાત્રાની પરવાનગી પોલીસ દ્વારા આપવામાં આવી નહોતી. ઇસ્કોન ટ્રસ્ટ દ્વારા 150 લોકોના ભજન કીર્તન સાથે રથયાત્રા કાઢવાની માંગ કરવામાં આવી હતી. પરવાનગી નહી મળતા હવે મંદિરની પરિક્રમા કરાવીને રથયાત્રા સંપન્ન કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, આ સતત બીજા વર્ષે હશે જ્યારે પશ્ચિમની મહત્વની ગણાતી ઇસ્કોન રથયાત્રાનું આયોજન નહી થાય. પોલીસ અને તંત્રના આ નિર્ણયને ઇસ્કોન મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વિકારવામાં આવ્યો છે અને આ વર્ષે પણ રથયાત્રાનું આયોજન નહી થાય તેવી જાહેરાત કરી દીધી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, જગન્નાથ મંદિરથી નિકળતી પરંપરાગત રથયાત્રાના આયોજન માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત સરકાર દ્વારા મંજુરી આપી દેવાઇ છે. જો કે રથયાત્રા રૂટ પર સંપુર્ણ કર્ફ્યૂ રહેશે. આ ઉપરાંત ભજનમંડળીઓ, અખાડા અને અન્ય ભક્તો આ રથયાત્રામાં જોડાઇ શકશે નહી. માત્ર ખલાસીઓ ઝડપથી નિયત રૂટ પર રથલઇને નિકળશે અને સરસપુર ઔપચારિક વિધિ પુર્ણ કરીને મંદિરે પરત ફરી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news