7 ઓગસ્ટના સમાચાર News

પેટાચૂંટણી મોકૂફ રાખવાની અરજી મામલે HC એ ચૂંટણી પંચને મોકલી નોટિસ
કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની 8 બેઠક પર યોજાનારી પેટાચૂંટણી અંગે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. કોરોનાના કહેર વચ્ચે કેવી રીતે ચૂંટણી યોજવી તે અંગે અરજી કરાઈ હતી. જે અંગે આજે સુનવણી હાથ ધરાઈ હતી. પેટા ચૂંટણીને લઈ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પર સુનવણી શરૂ થઈ છે. અરજદારે રજૂઆત કરી છે કે, હાલની પરિસ્થિતિમાં ચૂંટણી ન યોજાય. ચૂંટણીના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચને નોટિસ મોકલવામાં આવી છે. હાઈકોર્ટે ચૂંટણી અધિકારીઓને પણ નોટિસ મોકલી છે. 
Aug 7,2020, 15:37 PM IST
ઑગસ્ટ મહિનામાં આવતા તમામ તહેવારો પર ગુજરાત સરકારે પ્રતિબંધ લગાવ્યો
Aug 7,2020, 14:47 PM IST
રાજકોટમાં કોરોનાનો રાઈઝિંગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે : જયંતિ રવિ
Aug 7,2020, 12:15 PM IST
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીમાં આજે વર્ચસ્વની લડાઈ, 14 બેઠકો પર મતદાન ચાલુ
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી સુમુલ ડેરીમાં આજે વર્ચસ્વની લડાઈ છે. સુમુલ ડેરી (sumul dairy) માં ચેરમન પદે આજે ચૂંટણી યોજાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી મંડળીના 4500 કરોડનો વહીવટ સંભાળવા માટે ચેરમેન બનાવાની આજે જંગ છે. ડેરીની 16 બેઠકોમાંથી 14 બેઠકો પર આજે ચૂંટણી યોજાઈ રહી છે. 16 માઁથી 14 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ છે. ત્યારે 14 બેઠકો પર 797 મતદાતાઓએ આજે મતદાન કરવાનું છે. 797 મતદાતાઓ મતદાન કરીને ભાવિ શાસકને આજે સત્તા આપશે. રાજુ પાઠક જૂથ અને ગણપત વસાવા જૂથ વચ્ચે જંગ ચાલી રહ્યો છે. ખરો જંગ 5 બેઠકો પર જોવા મળશે. જેમાં પાંચ બેઠક પ ભાજપ વિરુદ્ઘ ભાજપનો જંગ છે. તો ચાર બેઠક પર અપક્ષ કોંગર્સે ઉમદેવાર આવશે. સવારે 9 થી 4 માં 14 બેઠકો પર મતદાન થશએ. કોવિડની ગાઈડલાઈન મજુબ મતદાન યોજાઈ રહ્યું છે. જેના બાદ 9 ઓગસ્ટના રોજ પરિણામ જાહેર કરવામા આવશે.
Aug 7,2020, 11:36 AM IST
ગિરનારમાં અલૌલિક નજારો સર્જાયો, 500 પગથિયા પાસેના જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક થય
જૂનાગઢ (junagadh)  શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આવામાં શહેરભરમાં ઠેરઠેર પાણી થઈ ગયું છે. ગિરનાર પર્વત (girnar) પર 6 ઇંચ વરસાદ પડતાં ગિરનારના પગથિયા પર પાણી વહેવા લાગ્યું છે. જોકે, ગિરનાર પર્વત પર વરસાદને લઈને અલૌકિક નજારો સર્જાયો છે. ગિરનારની જૂની સીડી પર 500 પગથિયા નજીક આવેલ પ્રસિદ્ધ જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક થઈ રહ્યો છે. પર્વતમાંથી આવતાં વરસાદી પાણીને લઈને કુદરતી રીતે જટાશંકર મહાદેવ પર જલધારા થતી જોવા મળી. જટાશંકર મહાદેવ એક ગુફામાં બિરાજે છે અને ગુફામાંથી જ કુદરતી રીતે પાણી આવે છે, જે મહાદેવજી પર પડી રહ્યું છે. આમ જાણે મહાદેવજી પર ગંગાજીનો અભિષેક થતો હોય તેવા અલૌકિક દ્રશ્યો જોવા મળ્યા છે. જેને કારણે શિવભક્તોમાં આનંદની લાગણી છવાઈ હતી.
Aug 7,2020, 10:14 AM IST
ગ્રાઉન્ડ રિપોર્ટ : અમદાવાદની અનેક બિલ્ડીંગ ફાયર સેફ્ટી વગર ધમધમે છે, રોજ હજારોની અવર
Aug 7,2020, 10:55 AM IST
ગુજરાતમાં સળંગ 4 વર્ષ શાસન કરનાર પાંચમા મુખ્યમંત્રી બન્યા વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) ના શાસનને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યની નવી ઉદ્યોગનીતિની જાહેરાત કરવામાં આવશે. સ્વર્ણિમ સંકુલ 1માં પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપવામાં આવશે. ગુજરાતમાં સળંગ ચાર વર્ષ શાસન કરનાર મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી ગુજરાતના પાંચમા મુખ્યમંત્રી બન્યા. ઉલ્લેખનીય છે કે, આજના 7 ઓગસ્ટ, 2016ના રોજ ૧૨:૩૯ કલાકના વિજયમુહૂર્તે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. આ સાથે જ નાયબ મુખ્યમંત્રીપદે નીતિન પટેલનો તેમજ નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ ભારે દબદબાપૂર્વક પાટનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. ભાજપની પરંપરા મુજબ, વિવિધ જ્ઞાતિ-સમાજોના સાધુ-સંતોને આ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. 
Aug 7,2020, 8:44 AM IST
આર્શીવાદ લેવાની યોગ્ય રીત જાણી લેશો તો, તમારી ઈચ્છા 1000 ટકા પૂરી થશે
Aug 7,2020, 8:20 AM IST
ઉપરવાસમાં વરસાદથી આજી નદી જળબંબાકાર, રાજકોટ-જેતપુરમાં ઘરોમાં કમર સુધી પાણી
રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. સતત બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે મોડી રાત્રે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેથી નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ઉપરવાસમાં વરસાદના પગલે આજી નદી જળ બંબાકાર થઈ હતી. સ્વયંભુ રામનાથ મહાદેવ શિવલિંગને વરસાદી જળાભિષેક થઈ રહ્યો છે. મેયર બીનાબેન આચાર્યએ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી, જ્યાં પાણી ભરાયા હતા. ફાયર વિભાગની ટીમ પણ નીચાણવાળા વિસ્તારમાં તૈનાત કરી દેવાઈ છે. રાજકોટના રામનાથ પરા, બેડીપરા, ભગવતીપરા સહિત 5 જેટલા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે. લોકોને આજી નદીના પટ તરફ ન જવા રાજકોટ મનપા તંત્રએ સૂચના આપી દીધી છે. જરૂર પડે તો લોકોનું સ્થળાંતર કરવા ફાયરના જવાનો તૈયાર છે. 
Aug 7,2020, 7:33 AM IST

Trending news