28 december petrol price News

સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ ધટ્યા, આ રહ્યા આજના ભાવ
નવા વર્ષની શરૂઆત થતાં પહેલાં આમ જનતાને શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત મળી. જોકે શુક્રવારે ક્રૂડ ઓઇલની કિંમત ગ્રીન નિશાન સાથે ખુલી અને ટ્રેડિંગ દરમિયાન તેમાં દોઢ ટકાની તેજી જોવા મળી. સવારે ક્રૂડ ઓઇલ 53 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું. જોકે સ્થાનિક બજારમાં રાહતનો સિલસિલો હજુ પણ ચાલુ છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર શુક્રવારે સવારે પેટ્રોલની કિંમતમાં 19 પૈસા અને ડીઝલમાં 14 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો હતો. પેટ્રોલ અને ડીઝલમાં સતત બીજા દિવસે ઘટાડાનો સિલસિલો જોવા મળ્યો હતો. આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલમાં વધુ ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 
Dec 28,2018, 10:50 AM IST

Trending news