સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ ધટ્યા, આ રહ્યા આજના ભાવ

નવા વર્ષની શરૂઆત થતાં પહેલાં આમ જનતાને શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત મળી. જોકે શુક્રવારે ક્રૂડ ઓઇલની કિંમત ગ્રીન નિશાન સાથે ખુલી અને ટ્રેડિંગ દરમિયાન તેમાં દોઢ ટકાની તેજી જોવા મળી. સવારે ક્રૂડ ઓઇલ 53 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું. જોકે સ્થાનિક બજારમાં રાહતનો સિલસિલો હજુ પણ ચાલુ છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર શુક્રવારે સવારે પેટ્રોલની કિંમતમાં 19 પૈસા અને ડીઝલમાં 14 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો હતો. પેટ્રોલ અને ડીઝલમાં સતત બીજા દિવસે ઘટાડાનો સિલસિલો જોવા મળ્યો હતો. આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલમાં વધુ ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 
સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ ધટ્યા, આ રહ્યા આજના ભાવ

નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆત થતાં પહેલાં આમ જનતાને શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત મળી. જોકે શુક્રવારે ક્રૂડ ઓઇલની કિંમત ગ્રીન નિશાન સાથે ખુલી અને ટ્રેડિંગ દરમિયાન તેમાં દોઢ ટકાની તેજી જોવા મળી. સવારે ક્રૂડ ઓઇલ 53 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયું. જોકે સ્થાનિક બજારમાં રાહતનો સિલસિલો હજુ પણ ચાલુ છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર શુક્રવારે સવારે પેટ્રોલની કિંમતમાં 19 પૈસા અને ડીઝલમાં 14 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો હતો. પેટ્રોલ અને ડીઝલમાં સતત બીજા દિવસે ઘટાડાનો સિલસિલો જોવા મળ્યો હતો. આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલમાં વધુ ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

સામાન્ય માણસ માટે રાહતની આશા વધી
દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 19 પૈસાના ઘટાડા બાદ આ 69.55 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયું હતું. તો બીજી તરફ ડીઝલ 63.62 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર રહ્યું. આ ઉપરાંત કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલ ક્રમશ: 71.65 રૂપિયા, 75.18 રૂપિયા અને 72.16 રૂપિયાના સ્તર પર જોવા મળ્યું. તો બીજી તરફ ડીઝલના ભાવ કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ક્રમશ: 65.37 રૂપિયા, 66.57 રૂપિયા અને 67.16 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર રહ્યા. ચારેય શહેરોમાં ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચાલી રહેલી નરમાઇથી સામાન્ય માણસને રાહતની આશા વધી ગઇ છે. 

ડીઝલ ગત 11 મહિનામાં સૌથી નીચલા સ્તર પર
પેટ્રોલના ભાવ ગત એક વર્ષથી સરખામણી સૌથી ઓછા થયા છે. આ પહેલાં 1 જાન્યુઆરી 2018ના રોજ પેટ્રોલની પ્રતિ લીટરની કિંમત 69.97 રૂપિયા હતી. તો બીજી તરફ 1 જાન્યુઆરી 2018ના રોજ કલકત્તામાં પેટ્રોલ 72.72 રૂપિયા પ્રતિ લીટર, મુંબઇમાં 77.87 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઇમાં 72.53  રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર હતું. આ ઉપરાંત ડીઝલના ભાવનું આ સ્તર લગભગ 11 મહિના બાદ જોવા મળ્યું છે. 26 જાન્યુઆરી 2018ના રોજ દિલ્હીમાં ડીઝલની કિંમત 63.65 રૂપિયા પ્રતિ લીટર હતી. આ દિવસે કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ડીઝલના ભાવ ક્રમશ:  66.32 રૂપિયા, 67.78 રૂપિયા અને 67.12 રૂપિયા પ્રતિ લીટર હતો. 

એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે. 

કેવી રીતે જાણશો પોતાના શહેરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ?
તમારા શહેરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવો ખૂબ સરળ છે. તમે તમારા મોબાઇલ ફોનમાં ઇન્ડિયન ઓઇલ એટલે કે IOCL app ડાઉનલોડ કરી શકો છો, જેના પર રોજ તાજા ભાવ અપડેટ થાય છે. આ ઉપરાંત કસ્ટમર કેર મોબાઇલ નંબર દ્વારા  “પેટ્રોલ પંપના RSP Dealer Code” લખીને તેને 92249 92249 પર SMS કરી શકો છો. તેના જવાબમાં તમને તે પેટ્રોલ પંપર પેટ્રોલ-ડીઝલના ભાવ ખબર પડી જશે. 

તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news