WTC Final માં પહોંચતા પહેલા બાથરૂમમાં કેમ હતો બવુમા? આફ્રિકાને કેપ્ટને જણાવ્યું એક કડવું સત્ય
દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ફાઈનલમાં પહોંચ્યા બાદ કડવું સત્ય કહ્યું.
Trending Photos
સેન્ચુરિયનઃ સાઉથ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25 ની ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની ગઈ છે. સાઉથ આફ્રિકાએ રવિવારે પાકિસ્તાનને 2 વિકેટથી હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. એક સમયે સેન્ચુરિયનમાં 148 રનના લક્ષ્યનો પીછો કરતા યજમાન સાઉથ આફ્રિકા પર હારનો ખતરો હતો. પરંતુ દસમાં નંબર પર આવેલા કગિસો રબાડા (અણનમ 31 રન) એ પાકિસ્તાનની જીતની આશા તોડી નાખી હતી. માર્કો યાન્સેન પણ 16 રન બનાવી અણનમ રહ્યો હતો. સાઉથ આફ્રિકાની ફાઈનલમાં એન્ટ્રી પહેલા કેપ્ટન ટેમ્બા બાવુમા બાથરૂમમાં હતો.
હકીકતમાં તે નર્વસ હતો. બાવુમાએ એક કડવું સત્ય પણ જણાવ્યું છે. સાઉથ આફ્રિકાના કેપ્ટને કહ્યું કે ઘણા લોકો તેની ટીમને ફાઈનલની દાવેદાર નહોતા માનતા. બાવુમાએ પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટ મેચ જીત્યા બાદ કહ્યું કે આ મારા માટે ખુબ ભાવુક ક્ષણ હતી. ટેસ્ટ ક્રિકેટની દ્રષ્ટિએ આ સારૂ છે. અમે ખુશ છીએ. થોડો ઉતાર-ચડાવ જોવા મળ્યો. ખુશી છે કે અમે પરિણામ હાસિલ કરવામાં સફળ રહ્યાં. હું લંચના સમયે બાથરૂમમાં હતો. હું થોડો નર્વસ હતો. જ્યારે અમારે 15 રનની જરૂર હતી, ત્યારે હું બહાર આવ્યો. આ ભાવનાત્મક રૂપથી મુશ્કેલ હતું. મહત્વનું છે કે આફ્રિકાના કેપ્ટને બીજી ઈનિંગમાં 40 રન ફટકાર્યા હતા.
તો જ્યારે બવુમાને પૂછવામાં આવ્યુ કે ફાઈનલમાં પહોંચવાનો શું અર્થ છે તો તેણે કહ્યું કે આ એક મોટી વાત છે. ન માત્ર મારા માટે પરંતુ ટીમ અને કોચ માટે પણ. જે રીતે અમે અમારૂ અભિયાન શરૂ કર્યું, ભારત અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અમારી ટીમ એટલી મજબૂત ન જોવા મળી. જે રીતે અમે અમારા પ્રદર્શનથી આગળ વધ્યા.... ઘણાએ અમને દાવેદાર નહોતા ગણ્યા. અમે ઘણું સહન કર્યું. અમે ખતરનાક ન રહ્યાં પરંતુ નક્કી કરવાની રીત શોધી લીધી કે પરિણામ અમારા પક્ષમાં રહે. આજનો દિવસ એક પ્રમાણ છે. આ માત્ર એક ટીમ નહીં પરંતુ સાઉથ આફ્રિકા ગ્રુપના ચરિત્રને દર્શાવે છે.
દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ્યું છે. WTCના ત્રીજા ચક્રની ફાઇનલ આવતા વર્ષે 11 થી 15 જૂન દરમિયાન લંડનમાં રમાશે. દક્ષિણ આફ્રિકા WTC પોઈન્ટ ટેબલમાં 66.67ની જીતની ટકાવારી સાથે ટોચ પર છે. દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધીમાં 11માંથી 7 ટેસ્ટ મેચ જીતી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે એક મેચ ડ્રો રહી છે. ટેબલમાં ઓસ્ટ્રેલિયા (58.89) બીજા સ્થાને અને ભારત (55.88) ત્રીજા સ્થાને છે. ફાઇનલમાં બીજી સીટ માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે જંગ છે.",
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે