18 march news News

કોરોનાને કારણે ફિલીપાઈન્સ જલ્દી જ થશે લોકડાઉન, ફસાયા છે અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ
સૌથી વધુ ગુજરાતીઓ વિશ્વભરમાં ટ્રાવેલ કરતા હોય છે. અભ્યાસથી લઈને વેપારધંધા માટે ગુજરાતીઓ વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલા છે. ત્યારે હાલ હજ્જારો જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ વિશ્વના અનેક દેશોમાં ભણી રહ્યાં છે. આવામાં કોરોનાને કારણે આ વિદ્યાર્થીઓ વિદેશમાં ફસાયા છે. ચીનમાં રહેતા અનેક વિદ્યાર્થીઓને ભારત સરકાર દ્વારા એરલિફ્ટ કરાયા હતા. પરંતુ ફિલીપાઈન્સ (phillipines) માં 200થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે. કોરોના વાયરસ (Corona Virus) ના હાહાકારને પગલે ફિલીપાઈન્સ સરકારે અન્ય દેશોના લોકોને 19મી માર્ચના રાતના 12 વાગ્યા સુધી દેશ છોડી જવાની પરવાનગી આપી છે. ત્યારબાદ ફિલીપાઈન્સના પાટનગર મનીલાને લોક ડાઉન કરવામાં આવશે. ત્યારે હાલ 200 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. 
Mar 18,2020, 15:11 PM IST
સુરત : ઈન્ટરનેશનલ ફ્લાઈટથી આવતા મુસાફરો માટે ખાસ કોરેન્ટાઈન વોર્ડ તૈયાર કરાયો
Mar 18,2020, 14:00 PM IST
વીરપુર બાદ ગોંડલથી બોર્ડની ઉત્તરવહી રેઢી મળી, આને ભૂલ કહેવાય કે બેદરકારી
Mar 18,2020, 12:13 PM IST
આવતીકાલનું ભવિષ્ય રસ્તા પર... ઉત્તરવહીના સૌથી પહેલા ઝી 24 કલાકના અહેવાલ બાદ શિક્ષણ વ
ભારતમાં વિદ્યાર્થીઓનું ભાવિ હંમેશા ધૂધળું હોય છે, જેથી વર્ષેદહાડે અનેક વિદ્યાર્થીઓ વિદેશની વાટ પકડે છે. આવામાં વધુ એકવાર વિદ્યાર્થીઓનું ભાવિ રસ્તે રઝળતુ મળી આવ્યું છે. વીરપુરની જીતપુર ચોકડી પાસેના રોડ પર આ વર્ષની બોર્ડની ધોરણ 10 અને 12ના પરીક્ષાની ઉત્તરવહી મળી આવી છે. પરીક્ષા બોર્ડના ચેરમેને પણ સ્વીકાર્યું કે ગાડીમાંથી ત્રણ પોટલા પડી ગયા હતા. ત્યારે આ ઘટના શિક્ષણ વિભાગ પર અનેક સવાલો ઉભા કરી રહ્યાં છે. અધિકારીઓ પોતાના બચામાં કહી રહ્યાં છે કે, ઉત્તરવહીને કંઈ નુકસાન થયું નથી. પરંતુ રસ્તા પરથી મહેલી ઉત્તરવહીને જોઈને સ્પષ્ટ કહી શકાય કે તે ફાટેલી છે. એક એક પાના અલગ પડેલા છે. તો ક્યાંક કાગળના ટુકડા થયેલા પણ જોવા મળી રહ્યાં છે. 
Mar 18,2020, 10:33 AM IST
રાજકોટની ફેમસ એવરેસ્ટ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, 2 ફાયરમેન ઈજાગ્રસ્ત
Mar 18,2020, 9:04 AM IST

Trending news