શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી, વીરપુરમાં રસ્તા પરથી મળી બોર્ડના વિદ્યાર્થીઓએ આપેલી ઉત્તરવહી
Trending Photos
નરેશ ભાલિયા/જેતપુર :હાલ રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાઓ પૂરી થવાની તૈયારીમાં છે. રાજ્યભરના વિદ્યાર્થીઓ હાલ બોર્ડની પરીક્ષા આપી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્રના વીરપુર પાસેના ઓવરબ્રિજ પર બોર્ડની પરીક્ષાની લખાયેલી ઉત્તરવહીઓ મળી આવી છે. આ ઉત્તરવહી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની છે. આ ઉત્તરવહીઓ આ મહેસાણાની હોવાનું સામે આવ્યં છે. ત્યારે કેવી રીતે શિક્ષણ વિભાગના અધિકારીઓ, જેઓને ઉત્તરવહી સલામત સ્થળે પહોંચાડવાની જવાબદારી આપવામાં આવી છે તેઓ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરે છે તે જોવા મળ્યું છે.
રાજકોટની ફેમસ એવરેસ્ટ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, 2 ફાયરમેન ઈજાગ્રસ્ત
વહેલી સવારે વીરપુરના ઓવબ્રિજ પાસેથી મોટી માત્રામાં આન્સરશીટ મળી આવી છે. આ આન્સરશીટ કોઈ નાંખી ગયું છે કે પછી ચકાસણી માટે જતી હતી અને પડી ગઈ છે. પરંતુ આ સમગ્ર ઘટના બહુ જ ચોંકાવનારી છે. મીડિયામાં અહેવાલ આવ્યા સુધી હજી સુધી લાગતા વળગતા અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા નથી. પરંતુ જે વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપી છે તેઓનો શું વાંક... મોટી માત્રામાં જવાબવહીનો આ જથ્થો છે, તો સાથે જ કેટલીક આન્સરશીટ ફાટી પણ ગઈ છે. ત્યારે આવામાં એ વિદ્યાર્થીઓનું શું જેઓ વધુ માર્કસ લાવવા અને સારી ડિગ્રી મેળવવા માટે મહેનત કરી રહ્યાં છે.
આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી આરએસ ઉપાધ્યાયે જણાવ્યું કે, આ બાબત મારા ધ્યાનમાં આવી છે. હું સ્થળ પર જઉં છું અને આ અંગેનો રિપોર્ટ મેળવીશ. ચાલુ ગાડીમાંથી ઉત્તરવહી પડે તેવી શક્યતાઓ ઓછી હોય છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આ બાબતની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
શિક્ષણ વિભાગના અધિકારીઓ ખુલ્લેઆમ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરે છે. ત્યારે આ ઘટના અનેક સવાલો ઉભા કરે છે. કેમ કેવી રીતે આ ઉત્તરવહીઓ અહીં આવી. કોની બેદરકારીથી આ ઉત્તરવહીઓ અહીં રોડ ઉપર આવી. કે મહેસાણાની ઉત્તરવહીઓ અહીં ચક્કાસવા માટે આવતી હતી અને રસ્તા ઉપર પડી ગઈ વગેરે જેવા પ્રશ્ન ઉદ્દભવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે