સુરત : ઈન્ટરનેશનલ ફ્લાઈટથી આવતા મુસાફરો માટે ખાસ કોરેન્ટાઈન વોર્ડ તૈયાર કરાયો
Trending Photos
ચેતન પટેલ/સુરત :કોરોના(Corona Virus) ના કહેરના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા શક્ય એટલા તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટના મુસાફરો માટે એક હજાર બેડનો કોરેન્ટાઈન વોર્ડ (quarantine ward) વીર નર્મદ દક્ષિણ ગુજરાત ખાતે આવેલા સમરસ બોયઝ હોસ્ટલમાં તૈયાર કરવામાં આવ્યો છે. સુરત એરપોર્ટ પર આવતા શાહજહાં ફ્લાઇટના તમામ યાત્રીઓને એરપોર્ટથી આ વોર્ડમાં લઈ આવવામાં આવશે અને તેમની મેડિકલ તપાસ કરાશે. આ વોર્ડનું નિરીક્ષણ કરવા માટે સુરત જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશન હાજર રહ્યા હતા.
સુરતના ઉધના-મગદલ્લા રોડ ઉપર આવેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં કોરેન્ટાઈન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે વિદેશથી આવતા તમામ લોકોને ફરજીયાત 14 દિવસ સુધી સરકાર દ્વારા ઊભા કરવામાં આવેલા કોરેન્ટાઈન વોર્ડમાં રાખવાની ગાઇડલાઇન જાહેર કરી છે. જેથી સુરતમાં પણ દર અઠવાડિયે આવતી ચાર ફોરેન ફ્લાઈટમાંથી આવતા મુસાફરોને 14 દિવસ સુધી નિરીક્ષણમાં રાખવા માટે આ કોરેન્ટાઈન વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેમાં હાલ 500 બેડ છે અને 500 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. ટૂંક સમયમાં આ સંખ્યા વધારી 1000 બેડની સુવિધા પૂરી પાડવામાં આવશે.
વીરપુર બાદ ગોંડલથી બોર્ડની ઉત્તરવહી રેઢી મળી, આને ભૂલ કહેવાય કે બેદરકારી
અહીં ચોવીસ કલાક મેડિકલ અને ડોક્ટરોના સ્ટાફ વિદેશથી આવે વિદેશથી આવેલા યાત્રીઓ માટે સજ્જ રહેશે. આજે સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાણી, અને પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટે આ વોર્ડની મુલાકાત કરી હતી. સુરત એરપોર્ટ પર વિદેશથી આવતા યાત્રીઓને બસમાં લઈ જવામાં આવશે. એરપોર્ટ પર યાત્રીઓના પરિવારજનો પણ મળી શકશે નહિ. આ અંગે જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલે જણાવ્યું હતું કે, સરકારની ગાઈડલાઈન મુજબ પગલાં ભરવામાં આવી રહ્યા છે. મેડિકલ ટીમ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે. સુરત એરપોર્ટ પર આવતા મુસાફરોને પોતાના પરિવારથી દૂર રહેવા અપીલ કરાઈ છે.
હાલ અહીં 500 બેડની સુવિધા છે અને જલ્દી જ 1000 બેડની સુવિધા ઉભી કરી દેવાશે. શારજાહથી આવતા મુસાફરોને ક્વોરીન્ટાઇન કરવામાં આવશે. મુસાફરોને જમવા સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. કોરોના સામે લડવા માટે તંત્ર દ્વારા સાવચેતી અને તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યાં છે. શારજાહથી આવતા તમામ મુસાફરોને સમરસ હોસ્ટેલમાં 14 દિવસ માટે રાખવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે