આવતીકાલનું ભવિષ્ય રસ્તા પર... ઉત્તરવહીના સૌથી પહેલા ઝી 24 કલાકના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ દોડતું થયું

ભારતમાં વિદ્યાર્થીઓનું ભાવિ હંમેશા ધૂધળું હોય છે, જેથી વર્ષેદહાડે અનેક વિદ્યાર્થીઓ વિદેશની વાટ પકડે છે. આવામાં વધુ એકવાર વિદ્યાર્થીઓનું ભાવિ રસ્તે રઝળતુ મળી આવ્યું છે. વીરપુરની જીતપુર ચોકડી પાસેના રોડ પર આ વર્ષની બોર્ડની ધોરણ 10 અને 12ના પરીક્ષાની ઉત્તરવહી મળી આવી છે. પરીક્ષા બોર્ડના ચેરમેને પણ સ્વીકાર્યું કે ગાડીમાંથી ત્રણ પોટલા પડી ગયા હતા. ત્યારે આ ઘટના શિક્ષણ વિભાગ પર અનેક સવાલો ઉભા કરી રહ્યાં છે. અધિકારીઓ પોતાના બચામાં કહી રહ્યાં છે કે, ઉત્તરવહીને કંઈ નુકસાન થયું નથી. પરંતુ રસ્તા પરથી મહેલી ઉત્તરવહીને જોઈને સ્પષ્ટ કહી શકાય કે તે ફાટેલી છે. એક એક પાના અલગ પડેલા છે. તો ક્યાંક કાગળના ટુકડા થયેલા પણ જોવા મળી રહ્યાં છે. 
આવતીકાલનું ભવિષ્ય રસ્તા પર... ઉત્તરવહીના સૌથી પહેલા ઝી 24 કલાકના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ દોડતું થયું

ઝી મીડિયા/બ્યૂરો :ભારતમાં વિદ્યાર્થીઓનું ભાવિ હંમેશા ધૂધળું હોય છે, જેથી વર્ષેદહાડે અનેક વિદ્યાર્થીઓ વિદેશની વાટ પકડે છે. આવામાં વધુ એકવાર વિદ્યાર્થીઓનું ભાવિ રસ્તે રઝળતુ મળી આવ્યું છે. વીરપુરની જીતપુર ચોકડી પાસેના રોડ પર આ વર્ષની બોર્ડની ધોરણ 10 અને 12ના પરીક્ષાની ઉત્તરવહી મળી આવી છે. પરીક્ષા બોર્ડના ચેરમેને પણ સ્વીકાર્યું કે ગાડીમાંથી ત્રણ પોટલા પડી ગયા હતા. ત્યારે આ ઘટના શિક્ષણ વિભાગ પર અનેક સવાલો ઉભા કરી રહ્યાં છે. અધિકારીઓ પોતાના બચામાં કહી રહ્યાં છે કે, ઉત્તરવહીને કંઈ નુકસાન થયું નથી. પરંતુ રસ્તા પરથી મહેલી ઉત્તરવહીને જોઈને સ્પષ્ટ કહી શકાય કે તે ફાટેલી છે. એક એક પાના અલગ પડેલા છે. તો ક્યાંક કાગળના ટુકડા થયેલા પણ જોવા મળી રહ્યાં છે. 

સ્કૂલના કર્મચારીને રસ્તા પર દેખાયા પેપર
બારકોડ સ્ટીકરની નીચે તારીખ સ્પષ્ટ દેખાય છે કે, તે 7 માર્ચ, 2020નું પેપર છે. ઉત્તરવહી ગુજરાતી મીડિયમના વિજ્ઞાન અને ટેકનો વિષયના છે. રસ્તા પર પેપરવહી મળ્યા બાદ શું અધિકારીઓ માત્ર નિવેદન આપીને જ છટકી જશે. આ પેપરને પહેલીવાર જોનારા શખ્સે ઝી 24 કલાક સાથે વાત કરી હતી. પ્રત્યક્ષદર્શી વિનુભાઈ વેંકરિયાએ જણાવ્યું કે, આજે હું સ્કૂલમાં જઈ રહ્યો હતો ત્યારે અમારી સ્કૂલના એક કર્મચારી બાઈક પરથી જઈ રહ્યા હતા, ત્યારે તેઓને આ પેપર દેખાયા હતા. પેપર હાઈવે પર ઉડી રહ્યા હતા. આ અંગે અમે આગળ જાણ કરી હતી. આવતીકાલથી આ પેપર જોવાની શરૂઆત કરવાની હતી. આ પેપર અમને સોંપાવાના હતા, તે પહેલા જ ગાડીમાંથી પડ્યા હતા.  

રાજકોટની ફેમસ એવરેસ્ટ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, 2 ફાયરમેન ઈજાગ્રસ્ત 

શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમાનું નિવેદન..
સમગ્ર ઘટના મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમાએ જણાવ્યું કે, જીતપુર ચોકડી પાસેથી 13 ઉત્તરવહીઓ મળી આવી છે. સ્થાનિક અધિકારીઓ  માહિતી મળતા જ ત્યાં પહોંચી ગયા છે અને બોર્ડના અધિકારીઓ પણ ગાંધીનગરથી જવા માટે નીકળી ગયા છે. આ નેચરલ કોષમાં બન્યું છે, કે કોઈએ કહ્યું છે જેની તમામની તપાસ કરવામાં આવી રહી છે. આ કેવી રીતે બન્યું, કેટલી ઉત્તરવાહીઓ મીસિંગ છે તે બધુ જ ચકાસવાના આદેશ આપ્યા છે. ભૂલથી બન્યું છે કે ઈરાદાપૂર્વક થયું છે તેની તાત્કાલિક તપાસ કરાશે. 

તો સમગ્ર ઘટના અંગે પરીક્ષા બોર્ડના ચેરમેન એજે શાહે જણાવ્યું કે, ત્રણ પોટલા ગાડીમાંથી પડી ગયા હતા, તે મળી ગયા છે. હાલ તેને વીરપુરની સ્કૂલમાં મૂકી દેવાયા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news