66 લાખ પરિવારોના ખાતામાં રૂપિયા જમા કરવાનો ગુજરાત સરકારનો મોટો નિર્ણય

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. બે દિવસ બાદ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ આવતા 66 લાખ કુટુંબોના ખાતામાં 1000 રૂપિયા જમા કરાવવાની શરૂઆત કરાશે. એપ્રિલ મહિના માટે વધુ 1 હજાર રૂપિયાની સહાયની જાહેરાત પહેલા કરી હતી, જે સોમવારથી મળવાની શરૂ થઈ જશે. રાજ્ય સરકાર પર આ નિર્ણયથી 660 કરોડનું ભારણ આવશે. પરંતુ 66 લાખ પરિવારોને લોકડાઉનની વચ્ચે રાહત મળશે.

66 લાખ પરિવારોના ખાતામાં રૂપિયા જમા કરવાનો ગુજરાત સરકારનો મોટો નિર્ણય

બ્રિજેશ દોશી/ગાંધીનગર :આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. બે દિવસ બાદ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ આવતા 66 લાખ કુટુંબોના ખાતામાં 1000 રૂપિયા જમા કરાવવાની શરૂઆત કરાશે. એપ્રિલ મહિના માટે વધુ 1 હજાર રૂપિયાની સહાયની જાહેરાત પહેલા કરી હતી, જે સોમવારથી મળવાની શરૂ થઈ જશે. રાજ્ય સરકાર પર આ નિર્ણયથી 660 કરોડનું ભારણ આવશે. પરંતુ 66 લાખ પરિવારોને લોકડાઉનની વચ્ચે રાહત મળશે.

અનાજ વિતરણ અંગે તેઓએ કહ્યું કે, ગુજરાતમાં પ્રથમ વખત 60 લાખ APL કાર્ડધારકોને 13 એપ્રિલથી ઘઉં, ચોખા, ખાંડ, દાળ આપવાની શરૂઆત થઈ હતી. અત્યાર સુધી 60 લાખ પૈકી 45 લાખ લાભાર્થીઓએ રાશન લીધું છે. આ પ્રક્રિયા હજુ પણ ચાલુ જ રહેશે. અગાઉ 13 થી 17 એપ્રિલ સુધીની જાહેરાત કરી હતી. જેમાં અનેક લોકોએ પોતાનો હક્ક જતો કર્યો છે. હજુ જે પણ બાકી રહી ગયું હશે તેને અનાજ આપવાની કામગીરી ચાલુ રહેશે. અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને રાજકોટના ઓઇલ મિલરો સાથે સરકારે વીડિયો કોન્ફરન્સ કરી હતી. માંગ પ્રમાણે પુરવઠો જળવાઈ રહે અને ભાવ ન વધે તે માટે ચર્ચા કરી હતી. નાફેડના અધિકારીઓ પણ કોન્ફરન્સમાં જોડાયા હતા. આવનારા દિવસોમા સીંગતેલનો પુરવઠો જળવાઈ રહેશે અને ભાવ પણ જળવાશે. આજ સુધીમાં કુલ 63 માર્કેટયાર્ડ શરૂ થઈ ચૂક્યા છે. જેમાં 38873 ક્વિન્ટલ પાકનું વેચાણ થયું છે. રાજ્ય સરકારના ઝડપી નિર્ણયના કારણે જ અન્ન ઉત્પાદન માર્કેટ સુધી પહોંચ્યું છે. 

આજે મુખ્યમંત્રીએ અમદાવાદના ધારાસભ્યો, સાંસદો સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં લોકડાઉનના ચુસ્ત પાલન માટે ચર્ચા કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news