નવા 228 કેસ સાથે ગુજરાતે કોરોનામાં રેકોર્ડ તોડ્યો, કુલ 1604 કેસ થયા

ગુજરાતમાં કોરોના (corona virus) નો અજગરી ભરડો સતત વધી રહ્યો છે. નવા વધી રહેલા કેસ તેનો પુરાવો છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ કોરોનાના નવા કેસ અંગે માહિતી આપી કે, રાજ્યમાં નવા 228 કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદના જ 140 કેસ નોંધાયા છે. Amcએ કરેલ એગ્રેસીવ સર્વેમાં બહાર આવ્યું કે, અમદાવાદના નવા 140 કેસમાં 15 કેસ કોરોનાના લક્ષણોવાળા છે. તો બાકીના કેસ કોરોનાના લક્ષણો વગરના કેસ છે. આમ ગુજરાતમાં કુલ 1604 પોઝિટિવ કેસ થયા છે. 

નવા 228 કેસ સાથે ગુજરાતે કોરોનામાં રેકોર્ડ તોડ્યો, કુલ 1604 કેસ થયા

અર્પણ કાયદાવાલા/ગાંધીનગર :ગુજરાતમાં કોરોના (corona virus) નો અજગરી ભરડો સતત વધી રહ્યો છે. નવા વધી રહેલા કેસ તેનો પુરાવો છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ કોરોનાના નવા કેસ અંગે માહિતી આપી કે, રાજ્યમાં નવા 228 કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદના જ 140 કેસ નોંધાયા છે. Amcએ કરેલ એગ્રેસીવ સર્વેમાં બહાર આવ્યું કે, અમદાવાદના નવા 140 કેસમાં 15 કેસ કોરોનાના લક્ષણોવાળા છે. તો બાકીના કેસ કોરોનાના લક્ષણો વગરના કેસ છે. આમ ગુજરાતમાં કુલ 1604 પોઝિટિવ કેસ થયા છે. તો અમદાવાદમાં જ 1002 કેસ થયા છે. 

f561c6ab-82ff-48e8-8871-a7c0fc626a8d.jpg

જયંતી રવિએ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં નવા વધેલા મોટાભાગના કેસ હોટસ્પોટ વિસ્તારોમાંથી જ છે. તો કુલ 1443 કેસ સ્ટેબલ છે અને અત્યાર સુધી 94 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા  છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી રેપિડ એન્ટી બોડી કીટની તાલીમ થઈ ગઈ. હાલ ગુજરાતના જિલ્લાઓમાં કીટ રવાના કરાઈ છે. ગુજરાતમાં 447.81 પ્રતિ મિલિયન ટેસ્ટ થઈ રહ્યા છે. દેશની એવરેજ 269 છે. પ્રતિ 10000 ગુજરાતમાં 19.3  ટકા પોઝિટિવ કેસ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news