10 june news News

‘ગુજરાતમાં હજુ ચોમાસું સત્તાવાર રીતે બેઠું નથી’ એવા હવામાન વિભાગના દાવા વચ્ચે સૌરાષ્
ગુજરાતમાં હજુ ચોમાસું સત્તાવાર રીતે બેઠું નથી એવા હવામાન વિભાગના દાવા વચ્ચે ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં 14 જૂને ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મોરબી તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, દાદરાનાગર હવેલી, ભરૂચ, વલસાડ, તાપીમાં વધુ અસર જોવા મળી શકે છે. ત્યારે 5 દિવસ સુધી મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા વડોદરામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાને આપી છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે સવારથી બપોરના 2 વાગ્યા સુધીમાં 23 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના જલાલપુર અને ગીર સોમનાથના તાલાલામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. 
Jun 10,2020, 14:23 PM IST
કોંગ્રેસ બેડામાં મોટી હલચલ, રાજકોટ બાદ હવે ગઢડામાં ભેગા થશે સૌરાષ્ટ્રના ધારાસભ્યો
Jun 10,2020, 12:58 PM IST
ગાંધીનગર : સ્વર્ણિમ સંકુલ-1માં મૂકાયું થર્મલ સ્કેનર, કેબિનેટ બેઠક માટે મંત્રીઓને તપા
Jun 10,2020, 11:09 AM IST
નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર ભક્તો માટે ખૂલ્યું, દર્શન માટે લાઈન લાગી
આજથી અમદાવાદનું સુપ્રસિદ્ધ નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. આજથી ભક્તો નગરદેવી ભદ્રકાળી માતા (bhadrakali mandir ahmedabad) ના દર્શન કરી શકશે. દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં બે દરવાજા છે, જેમાંના અંદરના દરવાજા સુધી ભક્તો જઈ શકે અને દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. તમામ ગાઈડલાઈનનું મંદિર તરફથી પાલન થાય અને દર્શનાર્થીઓ પણ પાલન કરે તેવી વિનંતી કરાઈ છે. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેવા પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ છે. તેમજ તમામ ભક્તોએ માસ્ક પહેરવાના ફરજિયાત રહેશે. જોકે, કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં ભદ્રકાળી માતાનું મંદિર આવ્યું હોવાથી મંદિર 8 જૂનથી ખુલી શક્યું ન હતું.
Jun 10,2020, 9:01 AM IST

Trending news