BTPના છોટુ વસાવાનું નિવેદન, મતની જરૂર પડે ત્યારે જ મતલબી લોકો વાત કરે છે

રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election) માં જ્યાં તોડજોડનું રાજકારણ ચાલી રહ્યું છે, ત્યારે બીટીપી હુકમનો એક્કો સાબિત થાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. બે મહિના પહેલા પણ બીટીપી કયા પક્ષે વોટિંગ કરશે તે મુદ્દો ચર્ચાયો હતો. બંને પક્ષ બીટીપીને પોતાના તરફ વોટિંગ કરાવવા માટે ત્યારે રાજ્યસભાની ચૂંટણી મુદ્દે BTP ના છોટુ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં તેઓએ કેટલીક સ્પષ્ટતા કરી છે.
BTPના છોટુ વસાવાનું નિવેદન, મતની જરૂર પડે ત્યારે જ મતલબી લોકો વાત કરે છે

ભરત ચૂડાસમા/ભરૂચ :રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election) માં જ્યાં તોડજોડનું રાજકારણ ચાલી રહ્યું છે, ત્યારે બીટીપી હુકમનો એક્કો સાબિત થાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. બે મહિના પહેલા પણ બીટીપી કયા પક્ષે વોટિંગ કરશે તે મુદ્દો ચર્ચાયો હતો. બંને પક્ષ બીટીપીને પોતાના તરફ વોટિંગ કરાવવા માટે ત્યારે રાજ્યસભાની ચૂંટણી મુદ્દે BTP ના છોટુ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં તેઓએ કેટલીક સ્પષ્ટતા કરી છે.

કોંગ્રેસ બેડામાં મોટી હલચલ, રાજકોટ બાદ હવે ગઢડામાં ભેગા થશે સૌરાષ્ટ્રના ધારાસભ્યો

તેઓએ વાતચીતમાં કહ્યું કે, મારે કોઈ પક્ષ સાથે વાત થઇ નથી. મારા પ્રશ્ર્નો હલ કરવા કોઈ તૈયાર નથી. તો બીજી તરફ, કોંગી નેતાઓને વસાવાએ વળતો જવાબ આપ્યો કે, આદિવાસીઓના પ્રશ્નો કોંગ્રેસે ડેમ બનાવીને ઉભા કર્યા છે. કોંગ્રેસ સરકારમાં 1962થી આદિવાસીના વિસ્થાપનનો પ્રશ્ન ઉઠ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બની ત્યારથી પણ આ પ્રશ્નનો બાબતે બોલ્યા નહિ. રાજ્યસભા ચૂંટણી મુદ્દે તેઓએ કહ્યું કે, રાજ્ય સભા મુદ્દે અમારું સ્ટેન્ડ ક્લિયર નથી. મતની જરૂર પડે ત્યારે જ મતલબી લોકો વાત કરે છે. કોંગ્રેસે વેપારીઓને ટિકીટ આપી, કામ જ કરવું હતું તો વૈચારિકોને ટિકીટ આપવી જોઈએ. હવે કોરોના કન્ટ્રોલ કરવા દવા દારૂ કોણ કરશે?

અમદાવાદથી ભાવનગર ગયેલા 5 લોકો કોરોનાગ્રસ્ત, નવા 8 કેસ નોંધાયા  

ઉલ્લેખનીય છે કે, આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં હુકમનો એક્કો બીટીપી ગણાશે. બીટીપી (ભારતીય ટ્રાઈબલ પાર્ટી) ના બે ધારાસભ્યો જેને મત આપશે એમના ઉમેદવારની જીત નિશ્ચિત જોવાઈ રહી છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ બીટીપીને પોતાના સાથે લેવા માટે ભરચક પ્રયાસ કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news