નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર ભક્તો માટે ખૂલ્યું, દર્શન માટે લાઈન લાગી

આજથી અમદાવાદનું સુપ્રસિદ્ધ નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. આજથી ભક્તો નગરદેવી ભદ્રકાળી માતા (bhadrakali mandir ahmedabad) ના દર્શન કરી શકશે. દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં બે દરવાજા છે, જેમાંના અંદરના દરવાજા સુધી ભક્તો જઈ શકે અને દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. તમામ ગાઈડલાઈનનું મંદિર તરફથી પાલન થાય અને દર્શનાર્થીઓ પણ પાલન કરે તેવી વિનંતી કરાઈ છે. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેવા પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ છે. તેમજ તમામ ભક્તોએ માસ્ક પહેરવાના ફરજિયાત રહેશે. જોકે, કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં ભદ્રકાળી માતાનું મંદિર આવ્યું હોવાથી મંદિર 8 જૂનથી ખુલી શક્યું ન હતું.
નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર ભક્તો માટે ખૂલ્યું, દર્શન માટે લાઈન લાગી

અતુલ તિવારી/અમદાવાદ :આજથી અમદાવાદનું સુપ્રસિદ્ધ નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. આજથી ભક્તો નગરદેવી ભદ્રકાળી માતા (bhadrakali mandir ahmedabad) ના દર્શન કરી શકશે. દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં બે દરવાજા છે, જેમાંના અંદરના દરવાજા સુધી ભક્તો જઈ શકે અને દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. તમામ ગાઈડલાઈનનું મંદિર તરફથી પાલન થાય અને દર્શનાર્થીઓ પણ પાલન કરે તેવી વિનંતી કરાઈ છે. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેવા પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ છે. તેમજ તમામ ભક્તોએ માસ્ક પહેરવાના ફરજિયાત રહેશે. જોકે, કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં ભદ્રકાળી માતાનું મંદિર આવ્યું હોવાથી મંદિર 8 જૂનથી ખુલી શક્યું ન હતું.

કચ્છ : વરસાદથી બચવા માલધારીએ જે ડેલામાં આશરે લીધો ત્યાં જ વીજળી ત્રાટકી, ભડથુ થઈને મોત 

આજથી અમદાવાદ સહિત રાજ્યભરના મંદિરો દર્શનાર્થીઓ માટે 8 જૂનથી ખુલ્યા હતા. જોકે અમદાવાદનું સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિર ખોલવામાં આવ્યું ન હતું. 8 જૂનના રોજ મંદિરની બહાર સોશિયલ ડિસ્ટન્સિંગના કુંડાળા દોરવામાં આવ્યા તો હતા, પરંતુ મુખ્યદ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યો હતો. જેથી ભક્તો મંદિરની બહારથી જ દર્શન કરી રહ્યાં હતા.

નેપાળના પૂર્વ રાજકુમારી અને તેમની દીકરીઓનો TIKTOK VIDEO જોતજોતામાં થઈ ગયો viral

આજે દ્વાર ખોલી દેવાતા મંદિર બહાર ભક્તોની લાઈન લાગી હતી.ભક્તોનું સ્ક્રીનિંગ કરીને જ તેઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. તમામ ભક્તોને ફરજિયાત માસ્ક પહેરાવાયા હતા. મંદિરના દ્વાર નગરજનો માટે ખોલાતા પહેલા સમગ્ર મંદિર પરિસરને સેનેટાઈઝ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ભદ્રકાળી મંદિર અગાઉ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં હતું. હવે આ વિસ્તાર કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી મુક્ત કરાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news