મહેસાણાવાસી અડધી રાત્રે 3 વાગે ગાઢ ઊંઘમાં હતા, ત્યારે આવ્યો ભૂકંપનો આંચકો
Trending Photos
તેજસ દવે/મહેસાણા :આજે મોડી રાત્રે મહેસાણામાં ભૂંકંપના આંચકા અનુભવાતા મહેસાણાવાસીઓમાં ડરનો માહોલ છવાયો હતો. મહેસાણાના બલોલ પાસે અચાનક ધરા ધ્રુજી હતી. બલોલ પાસે વહેલી સવારે 1.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મહેસાણા તાલુકામાં પ્રથમવાર ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું છે. છેલ્લા 5 દિવસમાં 3 વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અગાઉ પણ ધરોઈ પાસે 1.4 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ત્યારે સતત ત્રણ આંચકાથી મહેસાણાવાસીઓમાં ફફડાટ ફેલાયો છે.
નેપાળના પૂર્વ રાજકુમારી અને તેમની દીકરીઓનો TIKTOK VIDEO જોતજોતામાં થઈ ગયો viral
આજે વહેલી સવારે 3 કલાકે 6 મીનિટે મહેસાણાથી 16 કિલોમીટર દૂર ભૂંકપનો હળવો આંચકો અનુભવાયો હતો. લોકો ભર ઊંઘમાં હતાં ત્યારે મહેસાણાના બલોલ ગામે ધરા ધ્રુજી હતી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 5 દિવસમાં ધરોઈ નજીક 3 વખત મહેસાણામાં ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. 5 જૂનના રોજ બપોરે 1 કલાકને 6 મીનિટે ધરોઈથી 14 કિલોમીટર દૂર 1.4ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. તે સમયે જમીન સ્તરથી 3 કિલોમીટર અંદર એપી સેન્ટર હતું. તો બીજો આંચકો 6 જૂને સવારે 10 કલાકને 13 મીનિટે ધરોઈથી 20 કિલોમીટર દૂર અનુભવાયો હતો. જેની તીવ્રતા 1.4ની હતી. જેનું એપિ સેન્ટર જમીન સ્તરથી 14.4 કિલોમીટર અંદર હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે