ગાંધીનગર : સ્વર્ણિમ સંકુલ-1માં મૂકાયું થર્મલ સ્કેનર, કેબિનેટ બેઠક માટે મંત્રીઓને તપાસીને જ એન્ટ્રી અપાશે 

મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) ના અધ્યક્ષ સ્થાને યોજાનાર આજે ફરીથી કેબિનેટ બેઠક (cabinet meeting) યોજાનાર છે. ત્યાર આ બેઠકમાં હાજરી આપવા આવી રહેલા મંત્રીમંડળના સભ્યોનું કોરોનાવાયરસના કારણે થર્મલ સ્કેનિંગ કરીને ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું. અલગ અલગ વિસ્તારોમાંથી જઈને આવતા મંત્રીઓમાંથી કોઈના કોરોનાવાયરસ ના લક્ષણ આવ્યા છે કે નહિ તે માટે શરીરનું ટેમ્પરેચર માપવામાં આવ્યું છે. કેબિનેટ બેઠકમાં અન્ય મંત્રીઓની સલામતી અને લોકોમાં જાગૃતિ ઊભી થાય એટલા માટે આ પ્રકારે થર્મલ સ્કેનરથી તપાસ કરવામાં આવી રહી છે.

ગાંધીનગર : સ્વર્ણિમ સંકુલ-1માં મૂકાયું થર્મલ સ્કેનર, કેબિનેટ બેઠક માટે મંત્રીઓને તપાસીને જ એન્ટ્રી અપાશે 

હિતલ પારેખ/ગાંધીનગર :મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) ના અધ્યક્ષ સ્થાને યોજાનાર આજે ફરીથી કેબિનેટ બેઠક (cabinet meeting) યોજાનાર છે. ત્યાર આ બેઠકમાં હાજરી આપવા આવી રહેલા મંત્રીમંડળના સભ્યોનું કોરોનાવાયરસના કારણે થર્મલ સ્કેનિંગ કરીને ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું. અલગ અલગ વિસ્તારોમાંથી જઈને આવતા મંત્રીઓમાંથી કોઈના કોરોનાવાયરસ ના લક્ષણ આવ્યા છે કે નહિ તે માટે શરીરનું ટેમ્પરેચર માપવામાં આવ્યું છે. કેબિનેટ બેઠકમાં અન્ય મંત્રીઓની સલામતી અને લોકોમાં જાગૃતિ ઊભી થાય એટલા માટે આ પ્રકારે થર્મલ સ્કેનરથી તપાસ કરવામાં આવી રહી છે.

મહેસાણાવાસી અડધી રાત્રે 3 વાગે ગાઢ ઊંઘમાં હતા, ત્યારે આવ્યો ભૂકંપનો આંચકો 

ગુજરાત સરકારના મંત્રીઓ કોરોના વાયરસની મહામારી વચ્ચે મંત્રીઓ રોજેરોજ વિવિધ વિસ્તારોમાં મુલાકાત લેતા હોય છે, તેથી તેમના પગલે ગાંધીનગરમાં કોરોના ન પ્રવેશે તે માટે તકેદારીના ભાગરૂપે તેઓનું કેબિનેટ બેઠક પહેલા ટેમ્પરેચર માપવામાં આવી રહ્યું છે.તો બીજી તરફ, કોરોના વાયરસની સ્થિતિ છે, ત્યારે સાવચેતીના પગલા સ્વર્ણિમ સંકુલ-1માં ઓટોમેટિક થર્મલ સ્કેનર મૂકવામાં આવ્યું છે. 

આ ઓટોમેટીક થર્મલથી અંદર પ્રવેશતા કોઈપણ વ્યક્તિના ફોટા સાથે તેનું ટેમ્પરેચર ઓટોમેટિક માપી દેવામાં આવે છે. આ કારણે કોઈપણ કોરોના સંક્રમિત વ્યક્તિ સ્વર્ણિમ-1માં ન પ્રવેશી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઓટોમેટિક થર્મલથી મુલાકાતીઓનો ફોટો પણ પડી જાય છે. કેબિનેટ બેઠક હોવાના કારણે કેબિનેટ બેઠકમાં હાજરી આપતા મંત્રીઓને પણ ખાસ થર્મલ સ્કેનરથી તેમના શરીરનું તાપમાન માપવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news