વડોદરામાં તંત્ર છુપાવી રહ્યું છે કોરોનાના મોતનો સાચો આંકડો, અંતિમ સંસ્કારમાં લાંબુલચક વેઈટિંગ

વડોદરામાં કોરોના કે શંકાસ્પદ કોરોનાથી મોત થતાં દર્દીઓના સ્મશાનમાં અંતિમસંસ્કાર માટે 5 થી 8 કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે

વડોદરામાં તંત્ર છુપાવી રહ્યું છે કોરોનાના મોતનો સાચો આંકડો, અંતિમ સંસ્કારમાં લાંબુલચક વેઈટિંગ

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં કોરોના વાયરસ (Coronavirus) ના કારણે રોજ બિનસત્તાવાર રીતે 10 થી 15 દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે, તેમ છતાં પાલિકા તંત્ર માત્ર એક કે બે દર્દીઓ મૃત્યુ પામતા હોવાના દાવા કરે છે. પાલિકા દ્વારા મોતનો આંકડો છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તંત્રના દાવાનો ફિયાસ્કો સ્મશાનની પરિસ્થિતિ પરથી થઈ રહ્યો છે. કારણ કે, વડોદરામાં અંતિમ સંસ્કાર માટે કલાકો સુધી વેઈટિંગમાં ઉભા રહેવુ પડે છે. જે બતાવે છે કે, વડોદરામાં રોજના કેટલાક દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે.  

આ પણ વાંચો....

કોંગ્રેસનો ગઢ કહેવાતા બનાસકાંઠામાં પાટીલ બોલ્યા, એ હવે ભૂતકાળ થશે, ઈતિહાસ જલ્દી જ બદલાશે 

વડોદરામાં કોરોના વાયરસના રોજ 120 થી વધુ નવા કેસ આવી રહ્યા છે. અત્યાર સુધી કોરોનાના 8308 પોઝિટિવ કેસ થયા છે. જ્યારે સત્તાવાર રીતે અત્યારસુધી કોરોનાથી 145 દર્દીઓના મોત થયા છે. પરંતુ બિનસત્તાવાર રીતે કોરોનાથી દર્દીઓના મોતનો આંકડો અનેક ગણો છે. વડોદરામાં કોરોના કે શંકાસ્પદ કોરોનાથી મોત થતાં દર્દીઓના સ્મશાનમાં અંતિમસંસ્કાર માટે 5 થી 8 કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે. જેના કારણે મૃતક દર્દીઓના સગા હેરાન પરેશાન થઈ રહ્યા છે. મહત્વની વાત છે કે, બહુચરાજી અને ગોત્રી કોવિડ સ્મશાનમાં મૃતકોની સંખ્યા વધી જતા ગેસનુ મશીન બગડ્યું છે. જેના કારણે મૃતક દર્દીઓના અંતિમસંસ્કાર માટે કલાકો રાહ જોવી પડી રહી છે. વડોદરાના સામાજિક કાર્યકર અને મૃતકના સંબંધી અતુલ ગામેચીએ આક્ષેપ કર્યો છે કે, તંત્ર મોતના આંકડા છુપાવી રહ્યું છે. સાથે જ સ્મશાનમાં ગેસની ચિતા બગડી છે, તેના કારણે કલાકો રાહ જોવી પડી છે. 

રાજકોટમાં રાજકીય ભૂકંપ, કોર્પોરેટર દક્ષા ભેંસાણિયા સહિત ભાજપના 20 સભ્યો કોંગ્રેસમાં જોડાયા 

તો બીજી તરફ, વડોદરાના સ્મશાનમાં ગેસ ચિતા બગડી હોવાનો અને મૃતકોના અંતિમ સંસ્કાર કરવા પાછળ કલાકો સુધી રાહ જોવાની વાતનો સ્વીકાર પાલિકાના ડેપ્યુટી કમિશનર સુધીર પટેલ સ્વીકાર કરી રહ્યા છે. સાથે જ બહુચરાજી અને ગોત્રી સ્મશાનમાં એક કે બે દિવસમાં ગેસ ચિતા રિપેર થઈ જશે તેવો દાવો પણ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news