Coronavirus Vaccine: સ્વસ્થ લોકોએ વર્ષ 2022 સુધી જોવી પડશે વેક્સિનની રાહઃ WHO
Coronavirus Vaccine in 2022: એક તરફ જ્યાં દુનિયા આ વર્ષના અંત કે આગામી વર્ષની શરૂઆત સુધી કોરોના વેક્સિન (Coronavirus Vaccine) આવવાની આશા રાખીને બેઠા છે, સ્વસ્થ લોકોએ વેક્સિન માટે 2022 સુધી રાહ જોવી પડી શકે છે.
Trending Photos
જિનેવાઃ એક તરફ જ્યાં દુનિયા આ વર્ષના અંત કે આગામી વર્ષની શરૂઆત સુધી કોરોના વેક્સિન (Coronavirus Vaccine) આવવાની આશા રાખીને બેઠા છે, સ્વસ્થ લોકોએ વેક્સિન માટે 2022 સુધી રાહ જોવી પડી શકે છે. સૌથી પહેલા વેક્સિન હેલ્થ વર્કર્સને અને તેવા લોકોને આપવામાં આવશે જેને ઇન્ફેક્શનનો ખતરો વધુ હશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ આ વિશે જાણકારી આપી છે કે વેક્સિન માટે કોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઓનલાઇન આયોજીત એક સવાલ-જવાબ કાર્યક્રમમાં WHOના ચીફ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથન (Soumya Swaminathan)એ કહ્યું કે, વર્ષ 2021ના આખરી સુધી એક અસરકાર વેક્સિન જરૂર આવી જશે પરંતુ તેની માત્રા સીમિત હશે.
તો જોવી પડશે લાંબી રાહ
સ્વામિનાથને પ્રાથમિકતા વિશે જણાવ્યું, 'મોટાભાગના લોકો તે વાતથી સહમત હશે કે સૌથી પહેલા હેલ્થવર્કર, ફ્રન્ટલાઇન વર્કર્સથી શરૂઆત કરવામાં આવશે પરંતુ ત્યાં પણ જોવામાં આવશે કે કોને કેટલો ખતરો છે. ત્યારબાદ વૃદ્ધોને અને પછી તે રીતે આગળ.' તેમણે કહ્યું કે, ઘણા બધા નિર્દેશ આપવામાં આવશે પરંતુ તેને લાગે છે કે એવરેજ વ્યક્તિ, યુવા સ્વસ્થ વ્યક્તિને 2022 સુધી રાહ જોવી પડી શકે છે.
પહેલા કોને મળશે?
સ્વામિનાથને કહ્યું કે, કોઈએ એટલી માત્રામાં આ વેક્સિન બનાવી નથી જેટલી જરૂર પડવાની છે. તેથી 2021મા વેક્સિન તો હશે પરંતુ સીમિત માત્રામાં. તેથી એક ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું છે જેનાથી નક્કી થઈ શકે કે દેશ આ વાતનો નિર્ણય કરશે કે પહેલા કોને વેક્સિન આપવાની છે. લોકોને લાગે છે કે પ્રથમ જાન્યુઆરી કે પ્રથમ એપ્રિલથી અમને વેક્સિન મળી જશે અને ત્યારબાદ બધુ સામાન્ય થઈ જશે. આમ થવાનું નથી.
Oxfordએ તૈયાર કરી COVIDની ખાસ ટેસ્ટિંગ કિટ, માત્ર 5 મિનિટમાં આપશે રિપોર્ટ
આ વર્ષે મુશ્કેલ ઓક્સફોર્ડની વેક્સિન
આ પહેલા બ્રિટનની કોરોના વેક્સિન ટાસ્ક ફોર્મની ચીફ કેટ બિંઘમે કહ્યું હતું કે, ઓક્સફોર્ડ-AstraZenecaની વેક્સિન આ વર્ષના અંત સુધી જઈ શકે છે પરંતુ તેની વધુ સંભાવના છે કે વેક્સિન આગામી વર્ષની શરૂઆતમાં આવશે. આ પહેલા તે વાતની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે વર્ષના અંત સુધી આ વેક્સિનને ઇમરજન્સી સ્થિતિમાં ઉપયોગ કરવાની મંજૂરી મળશે. બ્રિટનની વેક્સિનને આ રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે પરંતુ વચ્ચે તેની ટ્રાયલ રોકવી પડી હતી.
વેક્સિનનો માર્ગ સરળ નથી
એક વોલેન્ટિયર બીમાર પડ્યા બાદ વિશ્વભરમાં આશરે 30 હજાર લોકો પર કરવામાં આવી રહેલ ઓક્સફોર્ડની વેક્સિનની ટ્રાયલ રોકી દેવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને ફરી શરૂ કરવામાં આવી. ત્યારબાદ જોનસન એન્ડ જોનસનની વેક્સિનની ટ્રાયલ પણ રોકી દેવામાં આવી હતી. કંપનીએ દાવો કર્યો હતો કે વેક્સિનની ટ્રાયલ જો સફળ થશે તો આ વેક્સિનનો એક ડોઝ વાયરસ વિરુદ્ધ સુરક્ષા આપશે. કંપનીનો પ્લાન 60 હજાર લોકો પર ટ્રાયલ કરવાનો છે જે ફરી શરૂ થાય તો અત્યાર સુધીની સૌથી મોટી ટ્રાયલ હશે. તો એન્ટીબોડી દવા બનાવી રહેલી કંપની Eli Lillyની ટ્રાયલ પણ રોકવામાં આવી હતી. પરંતુ કંપનીએ જણાવ્યું નથી કે શા માટે ટ્રાયલ રોકવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે