વિકાસ News

પાણી નહીં પદાધિકારીઓના પાપ! શહેરની ઘોર ખોદાઈ : સજા ભોગવી રહ્યાં છે 70 લાખ અમદાવાદીઓ
ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદ : માત્ર બે-ચાર ઈંચ વરસાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સરકારનું નાક કપાવ્યું....સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયા ભાજપ સરકારના વિકાસના તમામ દાવા...AMC ના મોટાભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ કટકી કરવામાંથી ઉંચા નથી આવતા, તો કામ ક્યાંથી થાય? સામાન્ય વરસાદમાં ખુલ્લી પડી ગઈ AMC ની પોલ, ઠેર-ઠેર ફરાયા પાણી...અમદાવાદના મોટા ભાગના રોડ-રસ્તા થયા ઠપ્પ...તંત્રના પાપે લોકોને હાલાકી...અમદાવાદની હાલત એવી છેકે, હવે તો સાહેબ પણ જોઈને કહેશે કે જેમને શાસન સોંપ્યુ એમણે મારા શહેરની શું દશા કરી? જુઓ અમદાવાદ શહેરની અવદશા...વિકાસની વરવી વાસ્તવિકતા...અને શાસકોના 'વહીવટ'ની બોલતી તસવીરો... જોઈને લાજ આવે તો....ઢાંકણીમાં પાણી લઈને ડુબી મરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કટકીબાજ શાસકો...
Aug 27,2024, 14:10 PM IST
ભાવનગરની કાયાપલટ થશે, વિશ્વનું પહેલુ CNG ટર્મિનલ બનતા વિકાસના નવા દ્વાર ખુલશે
May 9,2022, 9:54 AM IST
અધૂરા વિકાસની વાત... ત્રણ વર્ષે બનનારો વડોદરાનો બ્રિજ પાંચ વર્ષે પણ અધૂરો
રાજ્યના સૌથી મોટા ઓવર બ્રિજ પર વિવાદ ચાલી રહ્યો છે. વડોદરામાં જે બ્રિજ 2017 માં બનાવવાની જાહેરાત થઈ હતી તે હજુ પણ અધુરો છે. ત્રણ વર્ષમાં જે બ્રિજ બનવાનો હતો તે પાંચ વર્ષે પણ અધુરો છે. ગેંડા સર્કલથી મનીષા ચાર રસ્તા સુધીનો સાડા ત્રણ કિલોમીટરનો ઓવર બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. રણજિત બિલ્ડકોનને આ બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. આજે વડોદરા કોર્પોરેશન ખાતે મેયર કેયુર રોકડીયા અને મ્યુનિસિપલ કમિશ્નરે બ્રિજ વહેલો બને એ મામલે મિટિંગ યોજી હતી. મેયર અને મ્યુનિસિપલ કમિશ્નર મનીષા ચાર રસ્તા ખાતે બ્રિજ નિર્માણની સ્થિતિ મેળવવા પહોંચ્યા હતા. 222 કરોડમાં બ્રિજ બનાવવાનો હતો. જેના રાજ્ય સરકારે 76 કરોડ ચૂકવ્યા છે. બાકીના પહેલીવાર 34 કરોડ કોર્પોરેશને સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી ચૂકવ્યા છે. 
Feb 17,2022, 16:08 PM IST

Trending news