અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પર જતા પહેલા સાવધાન, આ ભાગમાં તમારી સાથે બની શકે છે કોઈ મોટી દુર્ઘટના
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) નું વસ્ત્રાપુર લેક અમદાવાદની શાન કહેવાય છે. શહેરના મધ્યમાં આવેલ આ તળાવમાં સેન્ટર એટ્રેક્શન કહેવાય છે. ત્યારે હવે આ વસ્ત્રાપુર લેક (vastrapur lake) વેન્ટિલેટર પર આવી ગયુ છે. તેના માટે જવાબદાર છે અમદાવાદ કોર્પોરેશન (AMC) નું તંત્ર. સમયસર જાળવણી ના થતા વસ્ત્રાપુર લેક ખડધજ્જ બની ગયુ છે. વસ્ત્રાપુર લેકની એક એન્ટ્રી પાસે નીચે તરફ જતા પગથિયાની જમીન બેસી ગઈ છે. લેકના આ ભાગમાં જવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
વસ્ત્રાપુર લેકના ચાર પ્રવેશદ્વાર છે. જેમાંથી એક ગેટથી પ્રવેશ્યા બાદ નીચેની તરફના પગથિયા પર સાવધાનનું બોર્ડ લગાવી દેવાયુ છે. અહી મૂકી પતરા મારી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. અહી મુસાફરોના જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લેકની દીવાલો તૂટી ગયા બાદ સમારકામ કરવામાં તંત્ર (AMC) દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી છે. લગભગ એક મહિનાથી આ ભાગની જમીન બેસી ગઈ છે. તેનુ સમારકામ કરવાને બદલે પતરા મારી સાવધાનનું બોર્ડ લગાવી દેવાયુ છે અને બોર્ડ મારીને AMC ના અધિકારીઓ આરામ ફરમાવી રહ્યાં છે.
લેક પાસેની જમીન પણ બેસી ગઈ, જમીન પરના બ્લોક માટી સહિત લેકમાં ધસી જવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે. વર્ષ 2019માં પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કરેલી જાહેરાત મુજબ વસ્ત્રાપુરમાં નર્મદાનું પાણી લાવી કાંકરિયાની જેમ બોટિંગ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. બે વર્ષ વીત્યા બાદ લેકમાં ગંદા પાણીનો ભરાવો અને લેકમાં પાર્ક બોટ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. બોટિંગ તો દૂર, પરંતુ લેકની સમયસર જાળવી પણ AMC માટે સાબિત અશક્ય થઈ રહી છે. વર્ષ 2002માં વસ્ત્રાપુર તળાવનું સમારકામ હાથ ધરાયુ હતું, વર્ષ 2013 માં ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર નામ આપવામાં આવ્યું હતું.
એએમસીનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળામાં યથાવત છે. શહેરમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ કારણે સોલા-અસારવા સિવિલ ઉપરાંત amc સંચાલિત હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે. ત્યારે એએમસીનું તંત્ર આ મામલે પણ બેધ્યાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે