મહારાષ્ટ્રની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર; કરાયો 25 લાખ નોકરીઓ આપવાનો વાયદો

BJP Menifesto For Maharstra Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. મુંબઈ અને મહારાષ્ટ્ર દેશના અર્થતંત્રના પ્રાણવાયુ છે. ત્યારે આ રાજ્ય પર સત્તા હાંસલ કરવા રાજકીય પક્ષો જાતજાતના દાવપેચ રમી રહ્યાં છે. એવામાં ભાજપે પણ પોતાનો સંકલ્પ પત્ર જાહેર કરીને પોતાનો દાવ ખેલી લીધો છે.

મહારાષ્ટ્રની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર; કરાયો 25 લાખ નોકરીઓ આપવાનો વાયદો

Breaking News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર કર્યું મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટેનું ભાજપનું સંકલ્પ પત્ર. સંકલ્પ પત્ર જાહેર કરતી વખતે અમિત શાહે જણાવ્યુંરે, હાલ મહારાષ્ટ્ર  દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. અમે મહારાષ્ટ્રના લોકોની આશા પૂર્ણ કરીશું. આ સમૃદ્ધ અને મજબૂત મહારાષ્ટ્રનું સંકલ્પ પત્ર છે. આ પત્રમાં ભાજપે વિકસિત ભારતના રોડમેપની વાત કરી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ ફડણવીસે તેને મહારાષ્ટ્રના વિકાસનો પત્ર ગણાવ્યો છે અને કહ્યું છે કે જો મહાયુતિની સરકાર બનશે તો 25 લાખ લોકોને નોકરી આપવામાં આવશે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. મુંબઈ અને મહારાષ્ટ્ર દેશના અર્થતંત્રના પ્રાણવાયુ છે. ત્યારે આ રાજ્ય પર સત્તા હાંસલ કરવા રાજકીય પક્ષો જાતજાતના દાવપેચ રમી રહ્યાં છે. એવામાં ભાજપે પણ પોતાનો સંકલ્પ પત્ર જાહેર કરીને પોતાનો દાવ ખેલી લીધો છે. જોવાનું એ છેકે, ચૂંટણી પહેલાં અપાયેલાં વાયદાઓમાંથી જીત બાદ રાજકીય પક્ષો કેટલાં વાયદાઓ પુરા કરે છે અને કેટલાં ભૂલી જાય છે.

શિવાજીએ મહારાષ્ટ્રથી જ આઝાદીનું આંદોલન શરૂ કર્યુ હતું-
અમિત શાહે કહ્યું, "મહારાષ્ટ્ર અનેક યુગોથી દરેક ક્ષેત્રમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. ભક્તિ આંદોલનની શરૂઆત પણ મહારાષ્ટ્રથી થઈ હતી. શિવાજીએ પણ અહીંથી ગુલામીમાંથી આઝાદીનું આંદોલન શરૂ કર્યુ હતું. સામાજિક ક્રાંતિ અહીંથી શરૂ થઈ હતી. અમારો સંકલ્પ પત્રમાં મહારાષ્ટ્રના લોકોનું પ્રતિબિંબ છે. આજે મહાયુતિએ ખેડૂતોના સન્માન, ગરીબોના કલ્યાણ, મહિલાઓનું આત્મસન્માન વધારવા અને વારસાને પુનર્જીવિત કરવાનો સંકલ્પ લીધો છે.

અમિત શાહે કહ્યું, આજે હું આંબેડકરજીની ધરતી પર ઉભો છું. આઝાદી પછી પહેલીવાર મુખ્યમંત્રીએ જમ્મુ-કાશ્મીરની ધરતી પર ભારતના બંધારણ હેઠળ શપથ લીધા છે. કલમ 370 હટાવ્યા બાદ આ ચૂંટણી થઈ હતી. દેશને તંનુ ગર્વ છે. હું મહારાષ્ટ્રની જનતાને સતત ત્રીજી વખત મહાયુતિ સરકારને જનાદેશ આપવાનું કહું છું. કોંગ્રેસના કોઈ નેતાએ વીર સાવરકરનું નામ લેશે? શું કોઈ નેતા બાળાસાહેબ ઠાકરેના વખાણ કરી શકે? રાહુલ ગાંધીએ વીર સાવરકર માટે બે સારા શબ્દો બોલીને બતાવવા જોઈએ. હું કહું છું કે જો કોંગ્રેસ વચનો આપે છે તો સમજી વિચારીને આપવા જોઈએ, કારણ કે તેઓ વચનો પૂરા કરતા નથી અને મારે જવાબ આપવો પડે છે. તેલંગાણા, હિમાચલ તેના ઉદાહરણો છે. તેમના વચનોમાં કોઈને વિશ્વસ રહ્યો નથી.

મહાયુતિના મેનિફેસ્ટોના 10 મુખ્ય વચનો:

1) લાડલી બહેન યોજનાની રકમ 1500 રૂપિયાથી વધારીને 2100 રૂપિયા મહિને કરવામાં આવશે.

2) પોલીસમાં 25 હજાર મહિલા પોલીસકર્મીઓની ભરતી કરવામાં આવશે.

3) ખેડૂતોની લોન માફી કરવામાં આવશે. MSP પર 20% સબસિડી આપવામાં આવશે.

4) શેતકરી સમ્માન યોજનાની રકમ 12 હજારથી વધારીને 15 હજાર કરવામાં આવશે.

5) ભોજન અને આશરો યોજના હેઠળ જરૂરિયાત લોકોને ભોજન અને આશરો આપવાનું વચન.

6) સિનિયર સિટિઝનનું પેન્શન 1500 રૂપિયાથી વધારીને 2100 રૂપિયા કરવામાં આવશે.

7) જીવનજરૂરી વસ્તુઓના ભાવ સ્થિર રાખવામાં આવશે.

8) દર મહિને 25 લાખ નોકરીઓ, 10 લાખ વિદ્યાર્થીઓને 10 હજાર રૂપિયા મહીને ટ્યૂશન ફીનું વચન.

9) 45 હજાર ગામડાઓમાં પાકા રસ્તા બનાવવાનું વચન, લાઇટબિલમાં 30 ટકાનો ઘટાડો અને સોલર ઊર્જા પર

ભાર મૂકવાનું વચન.

10) આંગણવાડી અને આશા કાર્યકરોનું માસિક વેતન 15 હજાર કરવાનું, આરોગ્ય વીમાનું વચન.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news