ગુજરાતનો હરણફાળ વિકાસ : કચ્છમાં બનશે દેશનો સૌથી મોટો સોલાર પાર્ક

કચ્છના ખાવડામાં દેશનો સૌથી મોટો સોલાર પાર્ક બનવાની જાહેરાત કરાઈ છે. NTPC ને કચ્છ (kutch) માં સોલાર પાર્ક (solar park) બનાવવાની મંજૂરી મળી ગઈ છે. રિન્યુએબલ મિનિસ્ટ્રી દ્વારા પ્રોજેક્ટને લીલીઝંડી આપવામાં આવી છે. ત્યારે હવે NTPC રિન્યુએબલ એનર્જી સોલાર પાર્ક બનાવશે. કંપની રિન્યુએબલ એનર્જિ પાર્કથી વ્યવસાયિક સ્તર પર હરિત હાઈડ્રોજન ઉત્પન્ન કરશે. 
ગુજરાતનો હરણફાળ વિકાસ : કચ્છમાં બનશે દેશનો સૌથી મોટો સોલાર પાર્ક

ઝી મીડિયા/બ્યૂરો :કચ્છના ખાવડામાં દેશનો સૌથી મોટો સોલાર પાર્ક બનવાની જાહેરાત કરાઈ છે. NTPC ને કચ્છ (kutch) માં સોલાર પાર્ક (solar park) બનાવવાની મંજૂરી મળી ગઈ છે. રિન્યુએબલ મિનિસ્ટ્રી દ્વારા પ્રોજેક્ટને લીલીઝંડી આપવામાં આવી છે. ત્યારે હવે NTPC રિન્યુએબલ એનર્જી સોલાર પાર્ક બનાવશે. કંપની રિન્યુએબલ એનર્જિ પાર્કથી વ્યવસાયિક સ્તર પર હરિત હાઈડ્રોજન ઉત્પન્ન કરશે. 

કંપની બનાવશે સોલાર પાર્ક

કંપની સોલાર પ્લાન્ટ ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા અને વિધકોટ ગામની વચ્ચે આવેલી ગોચર જમીન પર બનાવશે. આ પાર્કમાં સૌર અને પવન ઉર્જા પ્રોજેક્ટ માટે અનેક કંપનીઓને જમીન પહેલા જ આપી દેવાઈ છે. 

60 ગીગાવોટ હરિત વીજળી ઉત્પાદનનું લક્ષ્ય

હાલ કંપનીની રિન્યુએબલ એનર્જિ કેપેસિટી લગભગ 1400 મેગાવોટ છે. NTPC નું 2032 સુધી 60 ગીગાવોટ હરિત વીજળી ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક છે. હાલ પ્રદેશમાં ઓનરશિપવાળી પ્રમુખ વીજળી કંપનીની 70 વીજળી પરિયોજનામાં 66 ગીગાવોટ સ્થાપિત કરવાની ક્ષમતા છે. 

'Mode 8' અંતર્ગત બનશે પાર્ક

પાર્કને અલ્ટ્ર- મેગા રિન્યુએબલ એનર્જિ પાવર પાર્ક સ્કીમ 'Mode 8' અંતર્ગત બનાવવામાં આવશે. જ્યાં રાજ્ય સરકાર જમીનની ઓળખ અને અધિગ્રહણમાં મદદ કરશે. જો પરિયોજના બે વર્ષમાં પૂરી નહિ થાય તો રાજ્ય સરકાર આપેલી જમીન પરત લઈ શકે છે. 

એએફઈના રિપોર્ટ અનુસાર, NTPC એ રાજ્ય દ્વારા સંચાલિત તેલ અને કુદરતી ગેસ નિગમ સાથે વિન્ડ પાવર પ્લાન્ટ વિકસિત કરવાની યોજના બનાવી છે. હાલમાં જ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની સાથે હરિત હાઈડ્રોજનના ઉત્પાદન અને  FCEV બસ ચલાવવા માટે એક કરાર કરવામાં આવ્યા છે. 

NTPC પાસે પ્રોજેક્ટ

NTPC એ આંધ્રપ્રદેશના સિમ્હાદ્રી તાપ વીજળી પ્લાન્ટના જળાશય પર ભારતનો સૌથી મોટો 10 મેગાવોટનો ફ્લોટિંગ સોલાર પાર્ક પણ શરૂ કર્યો છે. આ ઉપરાંત તેલંગના સ્થિત રામાગુંડમ તાપ વીજળી પ્લાન્ટના જળાસય પર 100 મેગાવોટની ફ્લોટિંગ પરિયોજના પર કામ ચાલી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news