સંસદમાં મોદીના પગે પડ્યા નીતિશકુમાર! બધાએ ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે મોદીના નામ પર મારી મહોર
NDA Meeting: ભાજપના સંસદીય દળના નેતા, એનડીએના સંસદીય દળના નેતા અને લોકસભાના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રાજનાથ સિંહે મુક્યો.
Trending Photos
NDA Meeting: મોદી-મોદીના નારાથી ગૂંજ્યો સંસદ ભવનનો સેન્ટ્રલ હોલ. મોદીજીએ સંવિધાનને નમન કરીને પોતાની ચેર પર બેઠાં. 9 જૂને મોદી 3.0 ના શપથગ્રહણ.રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યુંકે, આ એલાયન્સ અમારા માટે કમ્પલ્સ નથી, પણ આ અમારું કમિટમેન્ટ છે. અમે ભારતના દરેક ખૂણાનો વિકાસ કરવા માંગીએ છીએ. દેશ પોતાને સદીઓ માટે મજબૂત બનવાની દિશામાં અગ્રેસર થઈ રહ્યો છે. આ કામ મોદીજીથી વધુ સારી રીતે બીજું કોઈ નહીં કરી શકે. ભારતીય જનતા પાર્ટીના સંસદીય દળના નેતા, એનડીએના સંસદીય દળના નેતા, લોકસભાના સંસદીયદળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મુકીએ છીએ. દિશાના વિકાસ માટે બીજું કોઈ નામ ન હોઈ શકે, તે નામ માત્ર નરેન્દ્ર મોદીનું છે.
સરકાર ચલાવવા બહુમત જોઈએ પણ દેશ ચલાવવા સર્વમતઃ PM મોદી
PM મોદીએ જણાવ્યુંકે, સરકાર ચલાવવા માટે બહુમત જરૂરી છે. પણ દેશ ચલાવવા માટે સર્વમત હોવો જોઈએ. હું દેશવાસીઓને વિશ્વાસ અપાવું છુંકે, અમે સર્વમતનું ધ્યાન રાખીશું અને દેશને આગળ લઈ જવામાં કોઈ કસર નહીં રાખીએ. આઝાદીના 75 વર્ષ થઈ ચુક્યા છે એનડીએને. ભારતના ઈતિહાસમાં એનડીએ સૌથી મોટું પ્રીપોલ એલાયન્સ છે. અત્યાર સુધીની આ સૌથી સફળ એલાયન્સ છે. આ એક ઓર્ગેનિક એલાયન્સ છે. આ માત્ર સરકાર કે સત્તા ચલાવવાનો જમાવડો નથી. આ રાષ્ટ્ર પ્રથમ નેશનલ ફસ્ટની ભાવનાવાળો સમૂહ છે. હું ગુજરાતમાં હોવ, ચંદ્રાબાબુ આંધ્રમાં હોય તે નીતિશકુમાર બિહારમાં હોય અમારા બધાના મનમાં ગરીબોનું કલ્યાણ છુપાયેલું છે. એટલે જ આજે અમે બધા ભેગા થઈને દેશના ગરીબોનું કલ્યાણ કરવા એકઠાં થયા છીએ. આગામી 10 વર્ષમાં એનડીએના શાસનમાં અમે..ગુડ ગર્વનન્સ, વિકાસ, ક્વાલિટી ઓફ લાઈફ..મારું સપનું છેકે, સામાન્ય માનવીના જીવનમાં મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગના જીવનમાં સરકારની દખલ જેટલી ઓછી થશે તેટલું લોકતંત્ર મજબૂત બનશે. આજે ટેકનોલોજીના યુગમાં આ સહેલું સરળ બની શકશે. અમે વિકાસનો નવો અધ્યાય લખીશું. બધા સાથે મળીને વિકસીત ભારતના સપનાને સાકાર કરીને રહીશું. કોઈપણ દળનો પ્રતિનિધી હશે સંસદમાં મારા માટે બધા જ એક સમાન છે. ભલે તે વિરોધ પક્ષના પણ કેમ ના હોય. અપના પરાયા કુછ નહીં હૈ...બધાને ગળે લગાવીએ છીએ અમે. એટલે જ અમે જનતાનો જનમત મેળવ્યો છે. આ એનડીએનો મહા વિજય છે.
પ્રધાનમંત્રી મોદીએ સંસદભવનમાં પોતાના ભાષણમાં જણાવ્યુંકે, ચૂંટણીના પરિણામો આવતા હતા ત્યારે હું કોઈકને પૂછતો હતો કે ઈવીએમ ચાલુ છેકે નહીં. કેમકે, પહેલાં વિરોધીઓ ઈવીએમને ગાળો આપતા હતાં. ચૂંટણીના પરિણામો આવ્યાં ત્યારે વિરોધીઓ ચુપ થઈ ગયા. દેશના લોકતંત્રની આ તાકાત છે. ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ કામ કરવામાં આવ્યું અને પહેલાં પણ એ જ રીતે કામ થતું હતું. પરંતુ વિરોધીઓ એમના કામમાં ખોટી રીતે રુકાવટ નાંખતા હતાં. જોકે, પરિણામો આવ્યાં બાદ હવે વિરોધીઓ ઈવીએમનું કોઈ નામ લેતાં નથી. વિરોધીઓ ચૂંટણીની પ્રક્રિયા, ચૂંટણીપંચને બદનામ કરવા માંગતા હતા, પણ દેશ તેમને માફ નહીં કરે. ઈન્ડિ ગઠબંધનને હું કહું છુંકે, તેઓ નાની વિચારધારાવાળા છે. તે લોકો ટેકનોલોજીના વિરોધી છે. ડિજિટલ પેમેન્ટ, આધાર, ઈવીએમ, બધાનો આ લોકો વિરોધ કરે છે. આ ગઠબંધન પ્રગતિ, ટેકનોલોજી અને આધુનિકતાના વિરોધી છે. તેઓ ગરીબને ગરીબ જ રાખવા માંગે છે. હું દુનિયામાં લોકતંત્રની વાહવાહી કરું છું અને આ લોકો વિરોધીઓ દુનિયામાં ઢોલ પીટે છેકે, અમારે ત્યાં લોકતંત્ર જેવું કંઈ નથી. અહીં તો ચા વેચવાવાળો પ્રધાનમંત્રીની ખુરશી પર બેસી ગયો છે. આ શરમની વાત છે. દેશની જનતાને ચૂંટણી પ્રક્રિયાને લઈને ભડકાવે છે આ લોકો. ભારતના લોકતંત્રની વ્યવસ્થાને આ લોકો ખરાબ કહીને દેશને ગેરમાર્ગે દોરી રહ્યાં છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે કહ્યું પ્રસ્તાવનું હું મનથી સમર્થન કરું છુઃ આ પ્રસ્તાવ 140 કરોડની દેશની જનતાના મનનો પ્રતિઘોષ છે. કશ્મિરથી કન્યાકુમારી અને કામાખ્યાથી દ્વારકા સુધી...દેશભરમાંથી એ ઘોષ નીકળ્યો છેકે, દેશનું નેતૃત્વ આગામી 5 વર્ષ સુધી નરેન્દ્ર મોદી કરે. 10 વર્ષ પીએમ તરીકે મોદીજીએ કામ કર્યા તેમાં યુગાંતકારી પરિવર્તન ભાજપ, એનડીએ સરકારે કર્યું છે. દેશની જનતાએ તેમના કામ પર મત આપીને તેમને મજબૂત થપ્પો લગાવ્યો છે. 60 વર્ષના બાદ ત્રીજી વાર કોઈ વ્યક્તિ સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી બનશે તે અમારા નેતા નરેન્દ્ર મોદી છે. ભાજપ અને એનડીએના તમામ કાર્યકરોને અભિનંદન આપું છું. નરેન્દ્ર મોદીજીના નામ પર મારું સંપૂર્ણ સમર્થન છે.
ભાજપ અને એનડીએના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ પ્રસ્તાવનું અનુમોદન કરતા જણાવ્યુંકે, ભાજપના સંસદીય દળના નેતા, એનડીએના સંસદીય દળના નેતા અને લોકસભાના સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રાજનાથ સિંહે મુક્યો. હું આ પ્રસ્તાવનું અનુમોદન કરું છું. છેલ્લાં 10 વર્ષમાં મોદીજીના રાજમાં જે કામ થયું એ એક શરૂઆત હતી. આગામી પાંચ વર્ષમાં ભારત વિશ્વની એક મહાન તાકાત બનશે એવો અમને વિશ્વાસ છે. આગામી પાંચ વર્ષમાં ભારત દુનિયામાં મહાસત્તા બનશે.
એનડીએના સાથી અને જનતાદલ સેક્યુલર JDSના નેતા કુમારસ્વામીએ અનુમોદન કર્યુંઃ
તેલગુ દેશમ પાર્ટીના નેતા ચંદ્રાબાબુ નાયડૂએ પણ પ્રસ્તાવનું અનુમોદન કર્યું. મોદીજી છેલ્લા કેટલાંય મહિનાઓથી સુયા નથી. તેઓ પહેલાં દિવસથી લઈને અત્યાર સુધી સતત ચૂંટણીના કામમાં દોડતા રહ્યાં છે. આંધ્રપ્રદેશની ચૂંટણીમાં પણ સતત ભાજપના વરિષ્ઠ નેતાઓ અમારી સાથે રહ્યાં છે. આજે આપણે ભારતના વિકાસની યાત્રા માટે અહીં એકઠાં થયા છે. મોદીજીએ છેલ્લાં 10 વર્ષમાં દેશના વિકાસ માટે અનેક મોટા અને ઐતિહાસિક ફેંસલા લીધાં છે. એમના નેતૃત્વમાં ભારત ગ્લોબલ પાવર હાઉસ બનશે. છેલ્લાં 40 વર્ષથી હું રાજનીતિમાં છું. મેં મારા કાર્યકાળમાં અનેક નેતાઓ જોયા છે, પણ મોદીજી એ બધામાં સૌથી શ્રેષ્ઠ છે. એમના નેતૃત્વમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. તે પહેલાં અથવા બીજા નંબરે પણ પહોંચી શકે છે. હાઈએસ્ટ પરકેપિટા ઈનકમ ભારતમાં છે. મોદીજીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે ભારતનું ભાગ્ય બદલાશે. ભારત માટે આ એક સૌથી મોટી તક છે, દુનિયાભરમાં નંબર વન બનવાની. જો આ તક ચુકી ગયા તો હંમેશા માટે ચુકી જઈશું. મોદીજીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક ફલક પર ચમકી રહ્યું છે. દેશના પ્રધાનમંત્રી પદ માટે હું અમારી પાર્ટી તેલગુ દેશમ પાર્ટી વતી ગર્વ ભેર નરેન્દ્ર મોદીના નામના પ્રસ્તાવને સમર્થન આપું છું. TDP પાર્ટી અને NDA ના સંબંધો વર્ષો નહીં દાયકાઓ જુના છે. નરેન્દ્ર મોદી વાસ્તવિક અને વિકસિત ભારતના વૈશ્વિક નેતા છે. આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ અમે જે સારું પરિણામ મેળવી શક્યા તેમાં ભાજપ અને સાથી પક્ષોનું સારું સમર્થન રહ્યું છે.
પ્રધાનમંત્રી મોદીના પગે લાગ્યા નીતિશકુમારઃ
જનતા દળ યુનાઈટેડ JDU ના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે જણાવ્યુંકે, અમારી પાર્ટી JDU નરેન્દ્ર મોદીને ભારતના પ્રધાનમંત્રી પદ માટે સમર્થન આપે છે. 10 વર્ષથી તેઓ પ્રધાનમંત્રી છે અને ફરી પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યાં છે. તેમણે પુરા દેશની સેવા કરી. અમને વિશ્વાસ છે જે કંઈક પણ બાકી રહ્યું છે તે પુરુ કરશે. આવતી વખતે ચૂંટણીમાં બધા જ હારી જશે. બીજા લોકોએ વિના મતલબની વાતો કરી છે. એ લોકોએ આજ સુધી કોઈ કામ નથી કર્યા છે. આગળના સમયમાં હવે વિરોધીઓ માટે કોઈ તક નથી. બિહારનો વિકાસ પણ તમે કરશો. બહુ સારું થયું છે. મોદીજી તમે જે રીતે આગળ લઈ જવા માંગો છો એ રીતે અમે તમારી સાથે રહીશું. તમે જલદી પ્રધાનમંત્રી પદના શપથ લો અને દેશના વિકાસની યાત્રાને આગળ વધારો. જે આઘી પાછી કરી રહ્યાં છે તેમને કોઈ લાભ થવાનો નથી. તમે જે કંઈ કહેશે અમે તમારી વાતને માનીને ચાલીશું.
શિવસેનાના અધ્યક્ષ, એનડીએના નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે એ પણ નરેન્દ્ર મોદીના નામ પર સમર્થન આપ્યું. મોદીજીએ દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. ખોટી અફવા ફેલાવવાવાળાનો ક્યાંય વારો આવવાનો નથી. શિવસેના પાર્ટીની તરફથી હું મોદીના નામ પર પ્રસ્તાવ મુકું છું. 10 વર્ષ મોદીજીએ જે કામ કર્યું છે દેશ અને દુનિયા એની ગવાહ છે. વિપક્ષના લોકો ખોટી રાજનીતિ કરે છે. રાજનીતિ કરનારાઓને મોદીજીએ ઘરે બેસાડી દીધાં છે. ભાજપ અને એનડીએ સાથેનું અમારું ગઠબંધન કયારેય તૂટશે નહીં.
કરોડો દેશવાસીઓને અંધકારથી અજવાસ તરફ લઈ જવાની એક માત્ર ઉમીદ નરેન્દ્ર મોદી છેઃ ચિરાગ પાસવાન
લોકજન શક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને જણાવ્યુંકે, હું મારા પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યું છે. તમારા લીધે એનડીએને પ્રચંડ બહુમત અપાવ્યો છે. આ કોઈ સામાન્ય વાત નથી કે સતત ત્રીજીવાર પીએમ મોદીના નામે પર એનડીએની સત્તા મળી રહી છે. તમારા લીધે દુનિયાના ખૂણે ખૂણે ભારતને આગળ વધી રહ્યું છે. હું પીએમ મોદીના પ્રસ્તાવને સ્વીકારું છું, સમર્થન આપું છું. કરોડો દેશવાસીઓને અંધકારથી અજવાસ તરફ લઈ જવાની એક માત્ર ઉમિદ માત્ર તમે જ છો મોદી સર.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના નેતા અજીતપવારે પણ પીએમ મોદીના નામને સમર્થન કર્યું. જીતનરામ માંજીએ રહ્યું હું મારી છેલ્લી ઘડી સુધી મોદીજીની સાથે રહીશ. જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણે પણ મોદીજીના નામને સમર્થન આપ્યું. પવન કલ્યાણે કહ્યું મોદીજી તમે દેશ સેવાથી ભારતને પ્રોત્સાહિત કર્યું છે. તમે દેશને આગળ લઈ જશો એવો પુરો વિશ્વાસ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે