ભરૂચથી વડોદરાના રેડ ઝોનમાં આવેલા શબ્બીરે કોરોના ટેસ્ટ કરાવવાની ના પાડતા ટોળાએ માર માર્યો

વડોદરા (vadodara) ના પાણીગેટ તાઈવાડામાં ગઈકાલે મોડી સાંજે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ભરૂચથી આવેલ શબ્બીર નામનો શખ્સ રેડઝોનમાં પ્રવેશતા લોકો રોષે ભરાયા હતા. રમઝાનના રોઝા છોડ્યા બાદ ટોળું ભેગુ થયું હતું. ટોળાંએ કારમાં તોડફોડ કરી હતી. શબ્બીરે કોરોના (Coronavirus) ટેસ્ટ કરાવવાની ના પાડતા ટોળાએ માર માર્યો હતો. બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. 
ભરૂચથી વડોદરાના રેડ ઝોનમાં આવેલા શબ્બીરે કોરોના ટેસ્ટ કરાવવાની ના પાડતા ટોળાએ માર માર્યો

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા (vadodara) ના પાણીગેટ તાઈવાડામાં ગઈકાલે મોડી સાંજે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ભરૂચથી આવેલ શબ્બીર નામનો શખ્સ રેડઝોનમાં પ્રવેશતા લોકો રોષે ભરાયા હતા. રમઝાનના રોઝા છોડ્યા બાદ ટોળું ભેગુ થયું હતું. ટોળાંએ કારમાં તોડફોડ કરી હતી. શબ્બીરે કોરોના (Coronavirus) ટેસ્ટ કરાવવાની ના પાડતા ટોળાએ માર માર્યો હતો. બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. 

વાડી તાઈવાડામાં રહેતા ઈમરાન ખાનસાહેબ તેના વિસ્તારમાં કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા હાઈડ્રોક્સિક્વોરોક્વિન દવા વહેંચી રહ્યા હતા. તેઓ સલીમ નામના એક શખ્સના ઘરે આપવા ગયો હતો. ત્યારે વરેડિયા ગામનો રહેવાસી શબ્બીર પટેલે ઈમરાનને ફોન પર ધમકી આપી હતી કે, તમે સામાજિક કાર્ય ખોટી રીતે કરી રહ્યા છો, જો કોઈ ગેરકોમનો હોત તો તેને પતાવી દે. આવા લોકડાઉન વચ્ચે શબ્બીર ભરૂચથી વડોદરાના રેડઝોન વિસ્તારમાં સલીમના ઘરે આવ્યો હતી. જેની જાણ થતા ડો.સાદાબે પોલીસને જાણ કરી હતી. શબ્બીર બીજા જિલ્લામાંથી આવ્યો હોવાથી તેનો કોરોના ટેસ્ટ કરાવવાનું કહેતા તેણે ધમાલ કરી હતી. શબ્બીરે ગાડીઓની તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના મામલે 40 થી 50
ટોળા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. 

વડોદરાના 3 ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ 
વડોદરા પોલીસે ત્રણ ડોકટર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પાણીગેટમાં આવેલ ફેઈથ હોસ્પિટલના ડોકટરો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હોસ્પિટલમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે 3 તબીબ હાસમ મોહીયુદ્દીન, મુબારક પટેલ અને મહંમદ હુસેન સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. વારંવાર પોલીસે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી. તેમ છતા તેમની હોસ્પિટલમા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

વડોદરામા કોરોનાએ દિશા બદલી
લોકડાઉનના 40 દિવસ બાદ વડોદરામાં કોરોના કરવટ બદલી રહ્યું છે. હવે નવા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. અત્યાર સુધી વડોદરાના ઉત્તર ઝોનને ભરડામાં લેનાર કોરોનાએ હવે પૂર્વ ઝોનમાં પ્રવેશ કર્યો છે. ઉત્તર ઝોનમાં પોઝિટિવ કેસ 266 અને મૃત્યુ આંક 13 પર પહોંચ્યો છે. તો પૂર્વ ઝોનમાં 102 પોઝિટિવ કેસ અને મૃત્યુ આંક 9 પર પહોચ્યો છે. કુલ 441 કેસ પૈકી ઉત્તર ઝોનના 58.95 ટકા અને પૂર્વ ઝોનના 26.30 ટકા કેસ છે. ઉત્તર ઝોન બાદ હવે પૂર્વ ઝોનમાં ઝડપથી કેસ વધી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news