મોટેરા News

કેમ છો ટ્રમ્પ: આ વીડિયોમાં જુઓ ટ્રમ્પના કાર્યક્રમની Exclusive માહિતી
અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની અમદાવાદ મુલકાતને લઈને તડામાર તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે. મોટેરા સ્ટેડિયમના પુનઃ નિર્માણ પછી લોકાર્પણમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપ, પીએમ મોદી સહિતના મહેમાનો હાજર રહેવાના છે. ત્યારે સ્ટેડિયમની આસપાસના રોડ રસ્તાને રિસર્ફેસ કરવામાં આવી રહ્યાં છે. પાર્કિંગ માટે પણ અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. VVIP મહેમાનોને સ્ટેડિયમ સુધી પહોંચવામાં કોઈ અડચણ ના પડે તેને લઈને પણ ટ્રાફિક વ્યયવસ્થા આવનારા સમયમાં કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ સીધા હેલિકોપ્ટરથી આવશે કે પછી રોડ માર્ગથી તે અમેરિકી સિક્યોરિટી એજન્સી નક્કી કરે તે પછી જ ફાઈનલ થશે.
Feb 13,2020, 15:15 PM IST
મોદી-ટ્રંપ મુલાકાત: અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમની સુરક્ષાને લઇને નિરીક્ષણ
Feb 7,2020, 17:25 PM IST
Photos : મેલબોર્નને પણ ટક્કર મારશે અમદાવાદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ
Sep 12,2019, 13:01 PM IST
ગુજરાતના નામ સાથે વધુ એક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે ત્યારે આ રેકોર્ડનું માધ્યમ બનશે અમદાવાદમાં આવેલુ સરદાર પટેલ(મોટેરા) ક્રિકેટ સ્ટેડીયમ. હાલ તો મોટેરા સ્ટેડીયમનું પુન:નિર્માણની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આ ડ્રીમ પ્રોજેક્ટ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 700 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું આ ક્રિકેટ સ્ટેડીયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન કરતા પણ મોટું બનાવવામાં આવી રહ્યું છે. મોટેરાનું ક્રિકેટ સ્ટેડિયમ 63 એકર જમીન પર આકાર પામી રહ્યું છે જેની ક્ષમતા 1,10,000 જેટલી થવા જઈ રહી છે, જે અગાઉ આશરે 54,000 જેટલી જ હતી. આવો જોઈએ વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની ખાસિયત
Jan 30,2019, 12:35 PM IST

Trending news