મેવાતી ગેંગ News

સુરતમાં પકડાઈ મેવાતી ગેંગ, બેંકોને ગોથે ચઢાવીને ATMમાંથી ખંખેરતી લાખો
સુરત (Surat) ક્રાઈમ બ્રાન્ચે એટીએમ (ATM) માં છેડછાડ કરી છેતરપીંડી આચરતી મેવાતી ગેંગને ઝડપી પાડી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 25 જેટલા ડેબિટ અને એટીએમ કાર્ડ સહિત 6 મોબાઈલ, આઈડી કાર્ડ મળી દોઢ લાખથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) ની તપાસમાં જાણવા મળ્યું કે, ગેંગના ચાર પૈકીનો એક આરોપી પ્લેન મારફતે હરિયાણાથી સુરત ગુનાને અંજામ આપવા આવતો હતો. એટલુ જ નહીં પરંતુ સુરત શહેરમાં અગાઉ પણ ગેંગ દ્વારા એટીએમને નિશાન બનાવી બેંક સાથે છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.
Nov 11,2019, 15:23 PM IST

Trending news