સુરતમાં પકડાઈ કુખ્યાત મેવાતી ગેંગ, બેંકોને ગોથે ચઢાવીને ATMમાંથી ખંખેરી લેતી લાખો રૂપિયા

સુરત (Surat) ક્રાઈમ બ્રાન્ચે એટીએમ (ATM) માં છેડછાડ કરી છેતરપીંડી આચરતી મેવાતી ગેંગને ઝડપી પાડી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 25 જેટલા ડેબિટ અને એટીએમ કાર્ડ સહિત 6 મોબાઈલ, આઈડી કાર્ડ મળી દોઢ લાખથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) ની તપાસમાં જાણવા મળ્યું કે, ગેંગના ચાર પૈકીનો એક આરોપી પ્લેન મારફતે હરિયાણાથી સુરત ગુનાને અંજામ આપવા આવતો હતો. એટલુ જ નહીં પરંતુ સુરત શહેરમાં અગાઉ પણ ગેંગ દ્વારા એટીએમને નિશાન બનાવી બેંક સાથે છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સુરતમાં પકડાઈ કુખ્યાત મેવાતી ગેંગ, બેંકોને ગોથે ચઢાવીને ATMમાંથી ખંખેરી લેતી લાખો રૂપિયા

તેજશ મોદી/સુરત :સુરત (Surat) ક્રાઈમ બ્રાન્ચે એટીએમ (ATM) માં છેડછાડ કરી છેતરપીંડી આચરતી મેવાતી ગેંગને ઝડપી પાડી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 25 જેટલા ડેબિટ અને એટીએમ કાર્ડ સહિત 6 મોબાઈલ, આઈડી કાર્ડ મળી દોઢ લાખથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) ની તપાસમાં જાણવા મળ્યું કે, ગેંગના ચાર પૈકીનો એક આરોપી પ્લેન મારફતે હરિયાણાથી સુરત ગુનાને અંજામ આપવા આવતો હતો. એટલુ જ નહીં પરંતુ સુરત શહેરમાં અગાઉ પણ ગેંગ દ્વારા એટીએમને નિશાન બનાવી બેંક સાથે છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચે મેવાતી ગેંગ ઝડપી પાડી બેંકો સાથે છેતરપિંડી આચરતાં ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરતના ભાગા-તળાવ ખાતે આવેલ બેંક ઓફ બરોડાના એટીએમમાં અજાણ્યા શખ્સો દ્વારા છેડછાડ કરી રૂપિયા ઉપાડ્યા બાદ કસ્ટમર કેરમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ ટ્રાન્જેક્શન કરવા છતાં રૂપિયા મળ્યા ન હોવાની ફરિયાદ કરાતા બેંક દ્વારા રૂપિયા તેઓના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા હતા. જોકે બાદમાં આ બાબતની જાણ બેંકના ધ્યાને આવી હતી અને બેંક સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવતા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યાં ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ કરતા મેવાતી ગેંગને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

  • કયા કયા આરોપીઓ પકડાયા..

1. નિયામત દિન મોહમ્મદ સલીમખાન 
2.મોસીમખાન આલમખાન 
3.રેહાન ઉર્ફે રિનની અલાઉદ્દીન મેવ 
4.રહેમાન ઉર્ફે ચૂનના અજિજ રંગરેજ 

એટીએમ સાથે છેડછાડ કરી લાખો રૂપિયા ઉપાડી છેતરપિંડી આચારતી ગેંગને ઝડપી પાડી આકરી પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી હતી. તમામ આરોપીએ હરિયાણાના પલ્લવલ અને નુહુ જિલ્લાના વતની હોવાનું બહાર આવ્યું હતું. વુધમાં સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપી આર.આર. સરવૈયાએ જણાવ્યું કે, 25 ડેબિટ અને એટીએમ કાર્ડ, 6 મોબાઈલ સહિત રોકડા મળી રૂપિયા 1.50 લાખનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ શહેરના અલગ અલગ એટીએમ પર ફરતા અને જ્યાં સિક્યોરિટી ગાર્ડ ન હોય તે એટીએમને નિશાન બનાવતા હતા. એટીએમ પર જઈ ડેબિટ કાર્ડ અથવા એટીએમ કાર્ડછી રૂપિયા કાઢતા અને રૂપિયા જેવા બહાર આવતા કે મશીનની સ્વીચ ઓફ કરી દેતા. જ્યાં બાદમાં જે-તે બેંકના કસ્ટમર કેરમાં ફોન કરી પોતે કરેલ ટ્રાન્ઝેક્શનના રૂપિયા નથી મળ્યા તેવી ફરિયાદ કરતા. જેથી બેંક તેઓના ખાતામાં રૂપિયા જમા કરાવી દેતી હતી. આ પ્રકારે આરોપીઓ બેંક સાથે છેતરપિંડી આચરી ગુનાને અંજામ આપતા હતા.

તપાસમાં જાણવા મળ્યું કે, જેટલી રકમ ઉપાડવાની હોય તેટલી રકમ આરોપીઓ એટીએમમાંથી કાઢી લેતા હતા. છેલ્લા અઠવાડિયામાં આરોપીઓએ દોઢ લાખ જેટલી રકમ ઉપાડી લીધી હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહિ, અગાઉ પણ બે લાખ જેટલી રકમ ઉપાડી ગયા હોવાની હકીકત બહાર આવી છે. આરોપીઓ સમગ્ર દેશમાં ફરી ગામના લોકોના પરિચિતોના એટીએમ મેળવી લેતાં અને આ રીતે ગુના આચરતા હતા. ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશની પોલીસ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ હાલ સંપર્ક કરી આવા ગુના કેટલા કર્યા છે કે કેમ તેની તપાસ કરી રહી છે. સાથે જ બહાર આવ્યું છે કે, એક આરોપી પ્લેન મારફતે ઘટનાને અંજામ આપવા સુરત પણ આવતો હતો. જે અંગે ક્રાઇમ બ્રાન્ચને આરોપી પાસેથી ટિકિટ પણ મળી હોવાનું જાણવા મળે છે.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે રિમાન્ડ દરમ્યાન અન્ય ગુનાઓનો ભેદ ઉકેલાઈ તેવી શક્યતાના આધારે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news