ભાષણ News

US: ટ્રમ્પના વાર્ષિક ભાષણ દરમિયાન આ નાનકડી બાળકી બની આકર્ષણનું કેન્દ્ર
અમેરિકી સંસદના બંને સદનોને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સંબોધન કર્યું. આ સંબોધન દરમિયાન  કેન્સરની જંગ જીતનાર 10 વર્ષની બાળકી ગ્રેસ એલીને બધાના મન જીતી લીધા. પોતાના સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ બાળકીને બધા માટે પ્રેરણાસ્ત્રોત ગણાવી. ગ્રેસને બ્રેઈન ટ્યુમર હતું અને તેણે ખુબ બહાદુરીથી પોતાની આ કેન્સર વિરુદ્ધની જંગ લડી બતાવી. આટલી નાની ઉંમરમાં પોતાના જન્મદિવસ પર લોકો પાસેથી ભેટ મેળવવાની જગ્યાએ તે લોકોને સેન્ટ જ્યૂડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલને દાન આપવા માટે અપીલ કરતી રહી છે. ગ્રેસ જ્યારે 9 વર્ષની થઈ ત્યારે ખબર પડી હતી કે તેને બ્રેઈન ટ્યુમર છે. 
Feb 7,2019, 8:50 AM IST

Trending news