કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ PM મોદીના વિઝનના કર્યાં વખાણ, ટ્વીટ કરીને કહ્યું...
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે શુક્રવારે જનસંખ્યા વિસ્ફોટ, સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને સંપત્તિ સર્જન કરનારાઓના સન્માનને લઈને વડાપ્રધાન મોદીના વિઝનને બિરદાવ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે શુક્રવારે જનસંખ્યા વિસ્ફોટ, સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને સંપત્તિ સર્જન કરનારાઓના સન્માનને લઈને વડાપ્રધાન મોદીના વિઝનને બિરદાવ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલી આ ત્રણ જાહેરાતોનું આપણે બધાએ સ્વાગત કરવું જોઈએ.- "નાનો પરિવાર રાખવો એ દેશભક્તિવાળુ કર્તવ્ય છે, સંપત્તિનું સર્જન કરનારાઓનું સન્માન કરવું જોઈએ અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો જોઈએ."
પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે હું આશા રાખુ છું કે આ ત્રણ વાતોમાંથી નાણામંત્રી અને તેમના કર અધિકારીઓએ તથા તપાસકર્તાઓની ટીમે વડાપ્રધાનના બીજા ઉદ્બોધનને જોરથી અને સ્પષ્ટ રીતે સાંભળ્યું હશે.
All of us must welcome three announcements made by the PM on I-Day
> Small family is a patriotic duty
> Respect wealth creators
> Shun single-use plastic
— P. Chidambaram (@PChidambaram_IN) August 16, 2019
જનસંખ્યા વિસ્ફોટ અને સિંગલ યૂઝ પ્લાસ્ટિકને જડમૂળમાંથી ઉખેડી મૂકવા સંદર્ભે ચિદમ્બરમે કહ્યું કે પહેલી અને ત્રીજી જાહેરાતો લોકોની મૂવમેન્ટનો જરૂર હિસ્સો બનવી જોઈએ. સેંકડો સમર્પિત સ્વયંસેવક સંગઠન છે જે સ્થાનિક સ્તરો પર આ અભિયાનોનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.
લાલ કિલ્લાની પ્રાચીરથી મોદીના સ્વતંત્રતા દિવસ ભાષણના એક દિવસ બાદ ચિદમ્બરમની આ ટિપ્પણી સામે આવી છે. મોદીએ કહ્યું હતું કે જનસંખ્યા વિસ્ફોટ આપણી આવનારી પેઢીઓ સામે અનેક સમસ્યાઓ પેદા કરશે.
જુઓ LIVE TV
પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે પરંતુ જનતાનો એક જાગૃત વર્ગ છે જે એક બાળકને દુનિયામાં લાવતા પહેલા વિચારે છે કે શું તેઓ બાળક સાથે ન્યાય કરી શકે છે, શું તેઓ તેમને એ બધુ આપી શકે તેમ છે જે બાળક ઈચ્છે છે. જેમનો એક નાનો પરિવાર છે તેઓ પણ એક પ્રકારે પોતાની દેશભક્તિ વ્યક્ત કરે છે. આવો તેમની પાસેથી શીખીએ. સામાજિક જાગરૂકતાની જરૂરિયાત છે.
સંપત્તિ સર્જન કરનારાઓ વિશે મોદીએ કહ્યું હતું કે ધનનું સર્જન એક મહાન રાષ્ટ્રીય સેવા છે. સિંગલ યૂઝવાળા પ્લાસ્ટિકના ઉન્મૂલન અંગે કહ્યું હતું કે તે પર્યાવરણ માટે એક ગંભીર ખતરો છે અને 2 ઓક્ટોબર સુધીમાં એક મહત્વપૂર્ણ પગલું સામે આવવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે