લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ, જાણો 10 મોટી વાતો

રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા આભાર પ્રસ્તાવ અંગે લોકસભામાં થયેલી ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ લોકસભામાં સંબોધન કર્યું હતું 
 

  • 1. "જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને હવે જય અનુસંધાન"
    2. દેશના અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરનું બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો
    3. 'નયા ભારત', 'અત્યાધુનિક ભારત', 'ઈઝ ઓફ લિવિંગ' સરકારનું સ્વપ્ન
    4. 'મેક ઈન ઈન્ડિયા' પેદા કરશે રોજગાર

Trending Photos

લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ, જાણો 10 મોટી વાતો

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં રજૂ કરાયેલા 'આભાર પ્રસ્તાવ'નો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ મંગળવારે જણાવ્યું કે, દેશની જનતાએ તેમની પ્રથમ સરકારને તમામ કસોટીઓમાં ચકાસ્યા બાદ સમર્થન આપ્યું છે. 

1. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "દેશી 130 કરોડની જનતાએ 2019ની ચૂંટણીમાં જે જનાદેશ આપ્યો છે તેમાં તેમની સરકારની સંપૂર્ણ કસોટી કરવામાં આવી છે. તેમની સરકારના પાંચ વર્ષના કાર્યકાળને તરાજુમાં તોલવામાં આવ્યો છે અને સંપૂર્ણપણે ચકાસ્યા પછી જ દેશની પ્રજાએ 'સર્વજન હિતાય, સર્વજનય સુખાય'ની નીતિને સમર્થન આપ્યું છે."

2. આપણે સુરક્ષિત, મજબૂત અને સર્વસમાવેશક રાષ્ટ્રના સ્વપ્નને સાકાર કરવા માટે બધાએ સાથે મળીને ચાલવું પડશે. 

3. કટોકટીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "આજે 25 જુન છે. 25 જૂનની એ રાત્રે જ્યારે દેશના આત્માને કચડી નાખવામાં આવ્યો હતો. ભારતમાં લોકશાહી બંધારણનાં પાનાથી પેદા થઈ નથી, પરંતુ લોકશાહી સદીઓથી આપણો આત્મા રહેલી છે. કોઈની સત્તા જતી ન રહે, માત્ર ને માત્ર તેના માટે જ આ આત્માને કચડી નાખવામાં આવ્યો હતો."

4. આજે 25 જૂનના રોજ આપણે લોકશાહી પ્રત્યે આપણા સમર્પણ, સંકલ્પને વધુ તાકાત સાથે સમર્પિત કરવાના રહેશે. જે-જે લોકો આ પાપના ભાગીદાર હતા, આ દાગ ક્યારેય દૂર થવાનો નથી. આ દાગને વારંવાર એટલા માટે યાદ કરવો જોઈએ, જેથી ફરીથી કોઈ આવું પાપ ન કરી શકે. 

5. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, "હું પડકાર ફેંકું છું કે 2004થી 2014ના શાસનમાં રહેલા લોકોએ ક્યારેય પણ અટલજીની સરકારની પ્રશંસા કરી ન હતી. તેમની જવા દો, પરંતુ નરસિમ્હારાવની સરકારની તો પ્રશંસા કરવી જોઈતી હતી. આ ગૃહમાં બેસેલા લોકોએ તો એક વખત પણ મનમોહનસિંહજીની સરકારનો એક વખત પણ ઉલ્લેખ કર્યો નથી, જો કર્યો હોય તો જાણાવો."

6. વડાપ્રધાન મોદીએ શાયરી બોલીને 130 કરોડની જનતા અંગે પોતાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, "જબ હોંસલા બના લિયા ઊંચી ઉડાન કા, ફીર દેખના ફિજુલ હૈ કદ આસમાન કા". 

7. પીએમ મોદીએ કહ્યું કે, રામમનોહર લોહિયાએ કહ્યું હતું કે ભારત દેશની મહિલાઓની બે મુખ્ય સમસ્યા છે 'પાણી અને પાયખાના'. અમારી સરકારે આ બંને મુદ્દાઓને ધ્યાનમાં લઈને કામ કર્યું છે. આ વખતની સરકારમાં અમે પાણીની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જ 'જળશક્તિ મંત્રાલય'નું નિર્માણ કર્યું છે. જળસંચયની સાથે-સાથે જળનું સિંચન પણ કરવું પડશે.  

8. 'મેક ઈન ઈન્ડિયા'ની મજીક ઉડાવીને કેટલાક લોકોને ભલે રાત્રે સારી ઊંઘ આવતી હોય, પરંતુ તેનાથી દેશનું ભલું થવાનું નથી. 'મેક ઈન ઈન્ડિયા'ને આગળ લઈ જવાની આપણી સૌની જવાબદારી છે. 'નયા ભારત, આધુનિક ભારત'નું સ્વપ્ન સાકાર કરવા માટે 'મેક ઈન ઈન્ડિયા' જરૂરી છે. 

9. "આપણા દેશમાં પ્રવાસનની ઘણી બધી સંભાવનાઓ છે, પરંતુ આપણે જ પોતાના દેશ પ્રત્યે હલકી ભાવના પેદા કરી દીધી હતી, જેના કારણે વિશ્વના લોકોને હિન્દુસ્તાન તરફ આકર્ષિત કરવામાં આપણે નબળા પડી ગયા હતા. સ્વચ્છતા અભિયાને હવે પ્રવાસનને બળ આપ્યું છે, જેના કારણે ભારતમાં રોજગારની તકો વધશે."

10. અમારી ઉપર મહેણા મારવામાં આવી રહ્યા છે કે, અમે ફલાણી વ્યક્તિને જેલમાં કેમ નહીં નાખી. આ કટોકટી નથી, કે કોઈને પણ પકડીને જેલમાં નાખી દેવાય. આ લોકશાહી છે. આ કામ ન્યાયતંત્રનું છે. અમે કાયદા અનુસાર ચાલનારા લોકો છીએ અને જો કોઈને જામીન મળતા હોય તો તે જામીન મેળવીને ખુશ રહે. અમે બદલાની લાગણી સાથે ક્યારેય કામ નહીં કરીએ. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news