રજાઈમાં લપાઈ રહેવુ પડે તેવી કાતિલ ઠંડીના દિવસો ગુજરાતમાં આવ્યા, એકાએક વધ્યું ઠંડીનું જોર

જ્યાં ઉત્તર ભારતના રાજ્યો કાતિલ શિયાળાની બાનમાં આવી ગયા હોય, ત્યાં ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી (Coldwave) ના દિવસો શરૂ થઈ ગયા છે એવુ સમજી લેવાનું. હાલ હિમાલયના રાજ્યોમાં હાડ થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. ઉત્તર પૂર્વના પવનોથી ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. ત્યારે ગુજરાતના મોટાભાગના શહેરોમાં ગઈકાલથી ઠંડીનું જોર એકાએક વધી ગયું છે. 5 ડિગ્રી તાપમાનથી કચ્છનું નલિયા (Naliya) સૌથી ઠંડુગાર બન્યું છે. 
રજાઈમાં લપાઈ રહેવુ પડે તેવી કાતિલ ઠંડીના દિવસો ગુજરાતમાં આવ્યા, એકાએક વધ્યું ઠંડીનું જોર

અમદાવાદ :જ્યાં ઉત્તર ભારતના રાજ્યો કાતિલ શિયાળાની બાનમાં આવી ગયા હોય, ત્યાં ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી (Coldwave) ના દિવસો શરૂ થઈ ગયા છે એવુ સમજી લેવાનું. હાલ હિમાલયના રાજ્યોમાં હાડ થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. ઉત્તર પૂર્વના પવનોથી ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. ત્યારે ગુજરાતના મોટાભાગના શહેરોમાં ગઈકાલથી ઠંડીનું જોર એકાએક વધી ગયું છે. 5 ડિગ્રી તાપમાનથી કચ્છનું નલિયા (Naliya) સૌથી ઠંડુગાર બન્યું છે. 

ઠંડી હજુ વધશે
હવામાન ખાતાની આગાહી મુજબ, આગામી દિવસોમાં હજુ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટે તેવી શક્યતા છે. એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી 30 ડિસેમ્બરના રોજ પશ્ચિમી હિમાલય અને જમ્મુ-કાશ્મીર પર જોવા મળશે, જેની મેગા અસર ગુજરાત પર જોવા મળશે. 31 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી ઉત્તરના રાજ્યો ઉપરાંત ગુજરાત અને તેની આસપાસના રાજ્યોમાં કમોસમી વરસાદની શક્યતા છે. જેને કારણે બે-ચાર દિવસમાં ઠંડીનું જોર વધુ રહેશે. 

ગુજરાતના વિવિધ શહેરોનું ઠંડીનું તાપમાન

  • ભૂજ 10 ડિગ્રી
  • ડીસા 11 ડિગ્રી
  • કંડલા 12 ડિગ્રી
  • પોરબંદર 13 ડિગ્રી
  • રાજકોટ 12 ડિગ્રી
  • કંડલા એરપોર્ટ 11 ડિગ્રી
  • અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી 

કાશ્મીરનું દાલ લેક થીજવાનું શરૂ થયું
તો કાશ્મીરમાં ચિલ્લઈ કલાનનો પ્રારંભ પણ ગત રવિવારથી થઈ ગયો છે. કાશ્મીરનું પ્રખ્યાત દાલ સરોવર થીજવાની શરૂઆત થઈ ગઈ છે. તો બીજી તરફ, ઉત્તર ભારતના મેદાની વિસ્તારોના ઉત્તર પ્રદેશ, દિલ્હી, એનસીઆર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કાતિલ કોલ્ડવેવ ચાલી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news