ગુજરાતીઓની નવા વર્ષની સવાર પણ કાતિલ ઠંડીથી થઈ, જુઓ ક્યાં કેટલો છે ઠંડીનો પારો

ઉત્તર-પૂર્વીય દિશામાંથી વાતા પવનોની અસર ગુજરાતમાં પણ અનુભવાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ગાત્રો થીજવી દેતી ઠંડીનો મારો ચાલુ છે. બાકી હોય તો કોલ્ડવેવે લોકોને રીતસર ઠૂંઠવી દીધા છે. નલિયા ફરી એક હંમેશાની જેમ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું છે. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું.. કેટલાક જિલ્લાઓમાં આજે પણ કોલ્ડવેવની આગાહી કરાઈ છે. આગામી ચાર દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય છે. કચ્છના નલિયાનું તાપમાન 5 ડિગ્રીએ પહોંચી ગયું છે. 

ગુજરાતીઓની નવા વર્ષની સવાર પણ કાતિલ ઠંડીથી થઈ, જુઓ ક્યાં કેટલો છે ઠંડીનો પારો

અમદાવાદ :ઉત્તર-પૂર્વીય દિશામાંથી વાતા પવનોની અસર ગુજરાતમાં પણ અનુભવાઈ રહી છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ગાત્રો થીજવી દેતી ઠંડીનો મારો ચાલુ છે. બાકી હોય તો કોલ્ડવેવે લોકોને રીતસર ઠૂંઠવી દીધા છે. નલિયા ફરી એક હંમેશાની જેમ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું છે. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું.. કેટલાક જિલ્લાઓમાં આજે પણ કોલ્ડવેવની આગાહી કરાઈ છે. આગામી ચાર દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય છે. કચ્છના નલિયાનું તાપમાન 5 ડિગ્રીએ પહોંચી ગયું છે. 

ઉત્તર ભારતમાં ગુજરાત કરતા પણ વધુ ઠંડી
દેશના ઉત્તરી અને પૂર્વી ભાગમાં ઠંડીનું જોરદાર મોજુ ફરી વળ્યું છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, બિહાર, ઝારખંડ, દિલ્હી અને ચંદીગઢ, મધ્ય પ્રદેશ સહિત ઉતર પ્રદેશમાં ઘણી જગ્યાએ ઠંડી રેકોર્ડ તોડી રહી છે. શ્રીનગરનું દાલ લેક તો બરફ જ બની ગયુ છે. 

રાજ્યભરમાં ઠંડીનો પારો ગગડ્યો
રાજ્યભરમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. જુદા જુદા જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સુધી જઈ પહોંચ્યું છે. ત્યારે ઠંડી સામે રક્ષણ મેળવવા ગુજરાતીઓ તાપણું કરતા, મોર્નિંગ વોલ્ક માટે બગીચાઓમાં, જીમમાં અને યોગા કરતા નજરે પડી રહ્યા છે. ઠંડીનો ચમકારા તેમજ વહેલી સવારે ઠંડા પવનો હોવા છતાં શહેરીજનો મોર્નિંગ વોલ્ક કરવા મોટી સંખ્યામાં કાંકરિયા ખાતે પહોંચી રહ્યા છે. મોર્નિંગ વોલ્ક કરી દિવસભર સ્ફૂર્તિનો અહેસાસ કરી શકાય તે હેતુથી વહેલી સવારે ગોદડામાંથી બહાર નીકળી શહેરીજનો હાલ તો ગુલાબી ઠંડીની મજા માણી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news