ઝી ન્યૂઝ  ગુજરાતી News

ભારતીય વિમાનોને જવાબ આપવા નીકળી પડેલા PAK વિમાનો ઊભી પૂંછડીએ ભાગ્યા હતાં
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના કેમ્પો પર ભારતીય વાયુસેના દ્વારા થયેલી હવાઈ કાર્યવાહીને ભારતીય વાયુસેનાની પશ્ચિમ કમાન્ડે અંજામ આપ્યો. સૂત્રોના જણાવ્યાં મુજબ આ ઓપરેશનને લઈને પાકિસ્તાનની વાયુસેનાના હાડકાખોખરા થઈ રહ્યાં છે. પાક વાયુસેનાને એર સ્ટ્રાઈકના ઘણા સમય બાદ સમજમાં આવ્યું કે ભારતીય જંગી વિમાન જગુઆર બોમ્બવર્ષા કરી રહ્યું છે. ત્યારબાદ પાકિસ્તાનના ફાઈટર વિમાન એફ-16એ શરૂઆતમાં ઉડાણ તો ભરી પરંતુ ભારતીય વાયુસેનાના વિમાનોનું જબરદસ્ત ફોર્મેશન જોઈને તેઓ ઘર ભેગા  થઈ ગયાં. કારણ કે તેમને આભાસ હતો કે ભારતીય વાયુસેના તેમના વિમાનોને તોડી પાડશે. 
Feb 26,2019, 13:57 PM IST
પુલવામા હુમલાના 24 કલાકમાં જ PM મોદીએ લઈ લીધો હતો મોટી કાર્યવાહીનો નિર્ણય
પુલવામા હુમલા બાદ ભારતે મોટી કાર્યવાહીને અંજામ આપતા પીઓકેમાં ઘૂસીને જૈશ એ મોહમ્મદના લગભગ 10 જેટલા ઠેકાણોને તબાહ કરી નાખ્યાં. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલા બહાદ ભારતીય સેનાએ મોટી કાર્યવાહી  કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા પણ પત્રકાર પરિષદ કરીને આ હુમલા અંગે માહિતી આપવામાં આવી છે કે જૈશના ટોચના કમાન્ડર, ટ્રેનર સહિત અનેક આતંકીઓ માર્યા ગયા છે. સૂત્રોએ જણાવ્યાં મુજબ પીએમ નરેન્દ્ર મોદીએ પુલવામા આતંકી હુમલાના 24 કલાકની અંદર જ મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય લઈ લીધો હતો. પીએમ મોદીએ આતંકી સંગઠનને ખતમ કરવાનો આદેશ આપ્યો હતો. મળતી માહિતી મુજબ ભારતીય વાયુસેનાએ સોમવારે પીઓકેમાં ઘૂસીને 12 આતંકી ઠેકાણાઓને તબાહ કરી નાખ્યાં. પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા આતંકી કેમ્પોને નિશાન બનાવીને બોમ્બવર્ષા કરી. 
Feb 26,2019, 12:42 PM IST
ભારતના ખેડૂતોએ પાકિસ્તાનને 'રાતા પાણીએ રડાવ્યું', ખરેખર ભારે પડશે દુશ્મની
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાથી આખો દેશ ગુસ્સામાં છે. પુલવામા એટેકના કારણે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો છીનવાયા બાદ પાકિસ્તાનને બીજો ફટકો એ પડ્યો કે ભારતે પાકિસ્તાન નિકાસ થનારા સામાન પર બેઝિક કસ્ટમ ડ્યૂટી 200 ટકા સુધી વધારી દીધી. આ કાર્યવાહી બાદ હવે પાકિસ્તાને ભારત તરફથી આયાત થતી વસ્તુઓ પર વધુ ટેક્સ ચૂકવવો પડશે. પુલવામામાં પાકિસ્તાનની કાયરતાપૂર્ણ હરકતથી સરકારની સાથે સાથે દેશના ખેડૂતોએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મધ્ય પ્રદેશના ઝાંબુઆના ખેડૂતોએ પોતાના ટામેટા પાકિસ્તાનને મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. સ્થિતિ એ છે કે હવે પાકિસ્તાનમાં ટામેટાની કિંમત લોકોને રડાવી રહી છે. 
Feb 20,2019, 15:29 PM IST

Trending news