આજે ચૈત્રી આઠમ-નોમ ભેગા, ધ્વજયોગમાં રામ નવમીની ઉજવણી, 'આ' વિધિથી કરો પૂજા થશે ખુબ લાભ

સમગ્ર દેશમાં આજે મર્યાદા પુરષોત્તમ રામનો જન્મ દિવસ એટલે કે રામનવમી ઉજવાઈ રહી છે. આજે ચૈત્રી નોરતાનો અંતિમ દિવસ પણ છે. આ વખતે નવરાત્રિમાં અષ્ટમી અને નવમી એકસાથે ઉજવાઈ રહ્યાં છે.

આજે ચૈત્રી આઠમ-નોમ ભેગા, ધ્વજયોગમાં રામ નવમીની ઉજવણી, 'આ' વિધિથી કરો પૂજા થશે ખુબ લાભ

નવી દિલ્હી: સમગ્ર દેશમાં આજે મર્યાદા પુરષોત્તમ રામનો જન્મ દિવસ એટલે કે રામનવમી ઉજવાઈ રહી છે. આજે ચૈત્રી નોરતાનો અંતિમ દિવસ પણ છે. આ વખતે નવરાત્રિમાં અષ્ટમી અને નવમી એકસાથે ઉજવાઈ રહ્યાં છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યાં મુજબ 13 એપ્રિલ એટલે કે આજે અષ્ટમીનો યોગ સવારે 8.16 વાગ્યા સુધી જ હતો. ત્યારબાદ નવમીની તિથિ ચાલુ થઈ જાય છે. 13 એપ્રિલન 8:19 મિનિટ પર રામનવમીનું મુહૂર્ત શરૂ થઈ ગયું. અને આ રામનવમી આવતી કાલે 14 એપ્રિલ સવારે 06:04 વાગ્યા સુધી રહેશે. 

ધ્વજ યોગમાં ઉજવાઈ રહી છે રામનવમી
આ વખતે રામનવમી ગુરુ પુષ્ય, સર્વાર્થ સિદ્ધિ, અમૃત, રવિ, ત્રિશુળ અને ધ્યજ યોગમાં ઉજવાઈ રહી છે. જ્યોતિર્વિદોના જણાવ્યાં મુજબ આવો મહાયોગ 1977  બાદ આવ્યો છે. અત્રે જણાવવાનું કે રામનવમીના દિવસે ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. ભારતમાં રામનવમી ખુબ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાંગ મુજબ આ તહેવાર દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીના દિવસે ધામધૂમથી ઉજવાય છે. 

શ્રીરામની પૂજા અર્ચનાથી મળે છે લાભ
રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા-અર્ચના કરવાથી વિશેષ પુણ્ય મળે છે. આ વખતે રામ નવમી પર કઈંક વધુ દુર્લભ સંયોગ બની રહ્યાં છે. તેનાથી તેનું મહત્વ ખાસ વધી ગયું છે. રામ નવમી પર પુષ્ય નક્ષત્રની સાથે સાથે બુધાદિત્ય યોગનો પણ વિશેષ સંયોગ બની રહ્યો છે. ઉચ્ચ સૂર્ય, બુધની સાથે મળીને બુધાદિત્ય યોગ બનાવી રહ્યો છે. આ સાથે જ પુષ્ય નક્ષત્ર પણ છે. અનેક વર્ષો બાદ આટલા વિશેષ યોગ પણ બની રહ્યાં છે. આ જ કારણે આ વખતે રામ નવમી પર પૂજા અર્ચનાનું ખાસ મહત્વ છે. 

આજના જ દિવસે ત્રેતા યુગમાં મહારાજ દશરથના ઘરે વિષ્ણુજીના અવતાર ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. શ્રીરામને લોકો તેમના સુશાસન, મર્યાદિત વ્યવહાર અને સદાચાર યુક્ત શાસન માટે યાદ કરે  છે. આ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા આવે છે અને પ્રાત: કાળ સરયૂ નદીમાં સ્નાન કરીને ભગવાનના મંદિરમાં જઈ ભક્તિપૂર્વક તેમની પૂજા અર્ચના કરે છે. રામ નવમીના દિવસે ઠેર ઠેર રામાયણના પાઠ થાય છે. અનેક જગ્યાએ ભગવાન રામ, સીતા, લક્ષ્મણ, અને ભક્ત હનુમાનની રથયાત્રા કાઢવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news