કિન્નર News

સુરતમાં કિન્નરોનો વધ્યો ત્રાસ, કિન્નરોના હુમલામાં ઘાયલ ગહેરીલાલનું મોત
લિંબાયત ગોડાદરામાં દાપુ માંગવા આવેલા કિન્નરોના મારથી ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન સ્મીમેર હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. 3જી તારીખે ગેહરીલાલના ઘરે ત્રણ કિન્નરો દાપુ માંગવા આવ્યા હતા. કિન્નરોએ 21 હજાર રૂપિયા માંગ્યા હતા. ગેહરીલાલે 7 હજાર રૂપિયા આપ્યા હતા. છતાં કિન્નરો વધુ રૂપિયાની માંગણી કરીને ઝગડો કરવા લાગ્યા હતા.કિન્નરોએ ભારે તમાશો કર્યો હતો. ત્યાર બાદ ગેહરીલાલનું માથું પકડીને દિવાલને અફાડી દીધું હતું. તેના કારણે તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી.ગેહરીલાલને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ગેહરીલાલની સ્થિતિ ખુબજ ગંભીર હતી. તેને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું.અઠવાડિયા સુધી મોત સામે ઝઝુમ્યા બાદ રવિવારે રાત્રે ગેહરીલાલનું મોત નિપજ્યું છે.
Sep 9,2019, 10:18 AM IST

Trending news