કંકણાકૃતિ સૂર્યગ્રહણ News

Solar Eclipse 2019 : ગ્રહણને પગલે મંદિરો બંધ રહ્યા, તો ક્યાંક અંધશ્રદ્ધા દ
આજે અડધા દેશે સૂર્યગ્રહણ (Solar Eclipse 2019) નો નજારો માણ્યો છે. સૂર્યગ્રહણની શરૂઆત સવારે 8.05 કલાકે થઈ હતી, જેના બાદ સવારે 9.22 કલાકે સૂર્ય અમાસના ચંદ્ર દ્વારા 75 ટકાથી પણ વધુ ઢંકાઈ ગયો હતો. 2019ના આ અંતિમ કંકણાકૃતિ (ખંડગ્રાસ) સૂર્યગ્રહણનો લ્હાવો ગુજરાતીઓએ પણ લીધો છે. ગુજરાતીઓ નસીબદાર છે કે, 2019નું છેલ્લું સૂર્યગ્રહણ ગુજરાતમાં થોડીક મિનીટો માટે જ જોવા મળ્યું છે. ત્યારે ગુજરાતભરમાં ઠેકઠેકાણે સૂર્યગ્રહણને નિહાળવાના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ લોકોને સૂર્યગ્રહણ મામલે પ્રવર્તતી અંધશ્રદ્ધાઓ પણ દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે તસવીરોમાં જોઈએ ક્યાં કેવા કાર્યક્રમો આયોજિત કરાયા હતા.
Dec 26,2019, 12:05 PM IST
માત્ર અમાસના દિવસે દેખાતા કંકણાકૃતિ સૂર્યગ્રહણને નિહાળવા આ બાબતનું ખાસ ધ્ય
આવતી 26 ડિસેમ્બર, 2019ના રોજ થનારું કંકાણાકૃતિ સૂર્યગ્રહણ (Solar Eclipse 2019 ) કચ્છ-ગુજરાતમાં ખંડગ્રાસ સ્વરૂપે જોવા મળશે. સવારે 08.04 થી 10.46 વાગ્યા દરમ્યાન કુલ 02 કલાક 42 મિનીટ સુધી જોઈ તેને નિહાળી શકાશે. આ ગ્રહણ મૂળ રીતે કંકણાકૃતિ પ્રકારનું સૂર્યગ્રહણ છે. આ ગ્રહણની શરૂઆત પૃથ્વી પર સાઉદી અરેબિયાથી થશે, ત્યાર બાદ ગ્રહણપથ ઓમાનથી અરબી સમુદ્ર વાટે ભારતના દક્ષિણી ક્ષેત્રમાંથી પસાર થઇ પ્રશાંત મહાસાગરમાં આ ગ્રહણનો અંત થશે. ભારતમાં કેરળના કુનુરથી તામિલનાડુના મોટાભાગના વિસ્તારમાં મહત્તમ કંકણાકૃતિ ગ્રહણ જોવા મળશે, જ્યારે કે બાકીના ભારત અને ગુજરાતમાં તે દિવસે ખંડગ્રાસ પ્રકારનું સૂર્યગ્રહણ જોવા મળશે. 10 વર્ષ બાદ સૂર્યગ્રહણ જોવા માટેનો આ શ્રેષ્ઠ મોકો છે, ત્યારે ખાસ પ્રકારનું કંકણાકૃતિ સૂર્યગ્રહણને લગતી અફવાઓથી ડર્યા વગર વૈજ્ઞાનિક અભિગમ સાથે માણવાની અપીલ કચ્છના ખગોળ એક્સપર્ટસ દ્વારા કરાઈ છે. 
Dec 24,2019, 12:06 PM IST
આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરે, સૂતકનો સમય ખાસ જાણી લેજો
Dec 23,2019, 14:05 PM IST

Trending news