આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરે, સૂતકનો સમય ખાસ જાણી લેજો
Trending Photos
અમદાવાદ :આ વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ (Solar Eclipse 2019 ) 26 ડિસેમ્બર, 2019 (5 પૌષ, શક સંવત 1941)ના રોજ થવાનું છે, જે વલયાકાર સૂર્યગ્રહણ હશે. એટલે કે, પૂર્ણગ્રાસ નહિ, પરંતુ ખંડગ્રાસ સૂર્યગ્રહણ (surya grahan) હશે. આ પહેલા આ વર્ષે 6 જાન્યુઆરી અને 2 જુલાઈના રોજ આંશિક સૂર્યગ્રહણ લાગ્યું હતું. મિનીસ્ટ્રી ઓફ અર્થ સાયન્સે આપેલી માહિતી અનુસાર, ભારતમાં સૂર્યોદય બાદ કંકણાકૃતિ સૂર્યગ્રહણને દેશના દક્ષિણી ભાગમાં કર્ણાટક, કેરળ અને તમિલનાડુના અનેક વિસ્તારોમાં જોઈ શકાશે. જ્યારે કે, દેશના અન્ય ભાગોમાં તે આંશિક સૂર્યગ્રહણના રૂપમાં જોવા મળશે.
માનવભક્ષી સિંહ મજૂરને ખેંચીને લઈ ગયો, માત્ર શાલ-પેન્ટ મળી આવ્યા
ભારતીય સમય અનુસાર, આંશિક સૂર્યગ્રહણ સવારે 8 વાગ્યે આરંભ થશે. જ્યારે કે, વલયાકાર સૂર્યગ્રહણની અવસ્થા સવારે 9.06 વાગ્યે શરૂ થશે. સૂર્યગ્રહણની વલયાકાર અવસ્થા બપોરે 12 વાગીને 29 મિનીટ પર સમાપ્ત થશે. જ્યારે કે, ગ્રહણની આંશિક અવસ્થ બપોરે 1 વાગીને 36 મિનીટ પર સમાપ્ત થશે. ગ્રહણની કંકણાકૃતિ ભાદ દેશના દક્ષિણીની ભાગમાં જેમ કે, કન્નનોર, કોઈમ્બતૂર, કોઝીકોડ, મદુરાઈ, મેંગલોર, ઉટી, તિરુચિરાપલ્લી વગેરેમાંથી પસાર થશે. ભારતમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણના સમયે સૂર્યનો અંદાજે 93 ટકા ભાગ ચંદ્રથી ઢંકાયેલો રહેશે. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જવાથી સૂર્યનો પ્રકાશ જ્યારે પૃથ્વી પર નથી પહોંચતો, તો આ સ્થિતિને સૂર્યગ્રહણ કહેવાય છે.
સૂર્યગ્રહણનો સમય
- ગ્રહણ પ્રારંભ સમય - 08.08.08
- ગ્રહણ સમાપ્તિ સમય - 10.58.55
- ખગ્રાસનો સમય - 2 વાગીને 49 મિનીટ 46 સેકન્ડ્સ
સૂતક ક્યારે લાગશે
- સૂતક પ્રારંભ - 17:52:13- 25 ડિસેમ્બરથી
- સૂતક સમાપ્ત - 10:58:55-26 ડિસેમ્બર
- બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે સૂતકનો પ્રારંભ - 03:44:27
- બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે સૂતક સમાપ્ત - 10:58:44
રાજ્યમાં ઠંડી ઘટી, તો આકાશી આફત આવી પડી, આજે ગુજરાતમાં વરસાદની શક્યતા
સૂર્યગ્રહણ ક્યાં ક્યાં દેખાશે
કંકણાકૃતિ પથ સાઉદી અરબ, કતાર, ઓમાન, સંયુક્ત આરબ અમીરાત, ભારત, શ્રીલંકાના ઉત્તરી ભાગ, મલેશિયા, સિંગાપુર, સુમાત્રા, તેમજ બોર્નિઓમાંથી પસાર થશે. હવે પછીનું સૂર્યગ્રહણ ભારતમાં 21 જૂન, 2020ના રોજ દેખાશે. આ પણ કંકણાકૃત સૂર્યગ્રહણ હશે. વલયાકાર અવસ્થાનો સંકીર્ણ પથ ઉત્તરી ભારતમાંથી પસાર થશે. દેશના અન્ય ભાગોમાં આ આંશિક સૂર્યગ્રહણના રૂપમાં જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે