Solar Eclipse 2020 - શરૂ થઈ ગયું સૂર્યગ્રહણ, ભૂલથી પણ ગ્રહણમાં આ કામ ન કરતા 

આજે એક ઐતિહાસિક દિવસ છે. અંદાજે 500 વર્ષ બાદ એક અદભૂત સૂર્યગ્રહણ જોવા મળનાર છે. 10 વાગીને 20 મિનીટ પર સૂર્યગ્રહણ લાગશે. એટલે કે અંદાજે 6 કલાક સુધી સૂર્યગ્રહણ ચાલશે. દિવસમાં અંધારું છવાઈ જશે. ટેકનિકલ રીતે જોઈએ તો, સવારે 9 વાગીને 15 મિનીટ પર ગ્રહણ લાગી ચૂક્યું છે. પરંતુ ભારતમાં તે 10 વાગ્યા બાદ જ નજર આવશે. ગ્રહણ લાગ્યા સૂર્ય ચંદ્રની પાછળ ઢંકાઈ જશે. આ સૂર્યગ્રહણ થોડા સમય માટે આંશિક અને થોડા સમય માટે પૂર્ણ સૂર્યગ્રહણ ભારતમા દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કાનપુર સહિત અનેક શહેરોમાં લોકો આ સૂર્યગ્રહણ જોઈ શકશે. 

Solar Eclipse 2020 - શરૂ થઈ ગયું સૂર્યગ્રહણ, ભૂલથી પણ ગ્રહણમાં આ કામ ન કરતા 

ઝી મીડિયા/બ્યૂરો :આજે એક ઐતિહાસિક દિવસ છે. અંદાજે 500 વર્ષ બાદ એક અદભૂત સૂર્યગ્રહણ જોવા મળનાર છે. 10 વાગીને 20 મિનીટ પર સૂર્યગ્રહણ લાગી ગયું છે. ટલે કે અંદાજે 6 કલાક સુધી સૂર્યગ્રહણ ચાલશે. સૂર્યગ્રહણ લાગતા જ થોડા સમય માટે અંધારું છવાઈ ગયું હતું. ટેકનિકલ રીતે જોઈએ તો, સવારે 9 વાગીને 15 મિનીટ પર ગ્રહણ લાગી ચૂક્યું છે. પરંતુ ભારતમાં તે 10 વાગ્યા બાદ જ નજર આવવાની શરૂઆત થઈ છે.. ગ્રહણ લાગ્યા સૂર્ય ચંદ્રની પાછળ ઢંકાઈ જશે. આ સૂર્યગ્રહણ થોડા સમય માટે આંશિક અને થોડા સમય માટે પૂર્ણ સૂર્યગ્રહણ ભારતમા દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કાનપુર સહિત અનેક શહેરોમાં લોકો આ સૂર્યગ્રહણ જોઈ શકશે. 

ઉત્તરભારતના થોડાં ભાગમાં ચંદ્ર, સૂર્યને 98.6% સુધી ઢાંકી દેશે, જેથી તે બંગડી જેવા આકારમાં દેખાશે. વલયાકાર સૂર્યગ્રહણ મોટાભાગના સ્થાને 11.50 થી 12.10 ની વચ્ચે જોવા મળશે.

સૂર્યગ્રહણ સવારે 10.19 મિનીટે શરૂ થઈ ગયું છે. તે બપોરે 2.02 વાગ્યે સમાપ્ત થશે. તો આંશિક રૂપે બપોરે 3.04 વાગ્યે ખતમ થશે. ગ્રહણકાળમાં સૂર્યની ઉપાસના કરવાનો બહુ સારો સમય માનવામાં આવે છે. ગ્રહણકાળમાં ભગવાન સૂર્યની ઉપનાસ, આદિત્ય હૃદય સ્ત્રોત વગેરે સૂર્ય સ્ત્રોતોના પાઠ તેમજ ગુરુ મંત્રનો જાપ કરવો જોઈએ. ગ્રહણ બાદ સ્નાન દાનનું પણ મહત્વ છે. ગ્રહણ જેટલો સમય દેખાય છે, તેની માન્યતા એટલા સમય માટે જ હોય છે. 

સૂર્યગ્રહણ ક્યારેય નરી આંખે ન જોવું, વેલ્ડિંગ કાળા ગ્લાસમાં જ તે જોવું જોઈએ. આજનો દિવસ પણ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આજે 13 કલાકથી વધુ સમય સૂર્ય આકાશમાં જોવા મળશે. તો 75% જેટલો સૂર્યગ્રહણ ગુજરાતમાં દેખાશે. 11.36 કલાકે સૂર્યગ્રહણનો મધ્યકાળ રહેશે. વૈજ્ઞાનિકો માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. કોરોનાના કારણે દર વર્ષની ગુજરાતભરમાં શહેરીજનો માટે સૂર્યગ્રહણ નિહાળવા માટેની વ્યવસ્થા કરાઈ છે.ગાંધીનગરમાં આવેલા ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતે વૈજ્ઞાનિકો સૂર્યગ્રહણ નિહાળવા પહોંચ્યા છે. 

આજે સૂર્યગ્રહણને લઈ રાજકોટમાં વિજ્ઞાન જાથા દ્વારા વીસેસ આયોજન કરવામાં આવ્યું છે. વિજ્ઞાન જાથા દ્વારા સૂર્ય ગ્રહણ નિહાળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. લોકોમાં ગ્રહણને લઈ વૈજ્ઞાનિક મિજાજ કેળવાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો ખોરાક બહાર ફેંકે નહિ અને ભુખ્યાને આપે, પાણી નો બગાડ ન થાય વગરે ઉદેશ સાથે આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. 

સૂર્યગ્રહણનો સમય
ગ્રહણનો પ્રારંભ કાળ - 9.15
કંકણ આરંભ - 10.17
પરમ ગ્રા - 12.10
કંકણ સમાપ્ત - 14.02
ગ્રહણ સમાપ્તિ કાળ - 15.06
ખંડગ્રાસનો સમય - 3 કલાક 28 મિનીટ 36 સેકન્ડ 

રાશિફળ 21 જૂન : આ રાશિઓને ભારે પડશે આજે સૂર્યગ્રહણનો દિવસ, તો 2 રાશિ માટે છે શુભ

સૂર્ય ગ્રહણનો સૂતક કાળ
સૂતક પ્રારંભ - 21.15, જૂન 20
સૂતક સમાપ્ત - 15.05 જૂન 21 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news