Solar Eclipse 2019 : ગ્રહણને પગલે મંદિરો બંધ રહ્યા, તો ક્યાંક અંધશ્રદ્ધા દૂર કરવાનો કરાયો પ્રયાસ

આજે અડધા દેશે સૂર્યગ્રહણ (Solar Eclipse 2019) નો નજારો માણ્યો છે. સૂર્યગ્રહણની શરૂઆત સવારે 8.05 કલાકે થઈ હતી, જેના બાદ સવારે 9.22 કલાકે સૂર્ય અમાસના ચંદ્ર દ્વારા 75 ટકાથી પણ વધુ ઢંકાઈ ગયો હતો. 2019ના આ અંતિમ કંકણાકૃતિ (ખંડગ્રાસ) સૂર્યગ્રહણનો લ્હાવો ગુજરાતીઓએ પણ લીધો છે. ગુજરાતીઓ નસીબદાર છે કે, 2019નું છેલ્લું સૂર્યગ્રહણ ગુજરાતમાં થોડીક મિનીટો માટે જ જોવા મળ્યું છે. ત્યારે ગુજરાતભરમાં ઠેકઠેકાણે સૂર્યગ્રહણને નિહાળવાના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ લોકોને સૂર્યગ્રહણ મામલે પ્રવર્તતી અંધશ્રદ્ધાઓ પણ દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે તસવીરોમાં જોઈએ ક્યાં કેવા કાર્યક્રમો આયોજિત કરાયા હતા.

અમદાવાદ :આજે અડધા દેશે સૂર્યગ્રહણ (Solar Eclipse 2019) નો નજારો માણ્યો છે. સૂર્યગ્રહણની શરૂઆત સવારે 8.05 કલાકે થઈ હતી, જેના બાદ સવારે 9.22 કલાકે સૂર્ય અમાસના ચંદ્ર દ્વારા 75 ટકાથી પણ વધુ ઢંકાઈ ગયો હતો. 2019ના આ અંતિમ કંકણાકૃતિ (ખંડગ્રાસ) સૂર્યગ્રહણનો લ્હાવો ગુજરાતીઓએ પણ લીધો છે. ગુજરાતીઓ નસીબદાર છે કે, 2019નું છેલ્લું સૂર્યગ્રહણ ગુજરાતમાં થોડીક મિનીટો માટે જ જોવા મળ્યું છે. ત્યારે ગુજરાતભરમાં ઠેકઠેકાણે સૂર્યગ્રહણને નિહાળવાના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ લોકોને સૂર્યગ્રહણ મામલે પ્રવર્તતી અંધશ્રદ્ધાઓ પણ દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે તસવીરોમાં જોઈએ ક્યાં કેવા કાર્યક્રમો આયોજિત કરાયા હતા.

1/5
image

સૂર્યગ્રહણ નિહાળવા માટે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ ટેલિસ્કોપની મદદથી સૂર્યગ્રહણ નિહાળ્યું હતું.

2/5
image

ગ્રહણ દરમિયાન કંઈ ખાઈ-પી ન શકાય તેવી અંધશ્રદ્ધાને વડોદરાના ખગોળ શાસ્ત્રી દ્વારા દૂર કરવામાં આવી. વડોદરામાં સૂર્યગ્રહણ દરમિયાન વિદ્યાર્થીઓએ નાસ્તો કર્યો હતો. ખગોળ શાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિતે આ અંધશ્રદ્ધા તોડવા માટે વિદ્યાર્થીઓ સાથે નાસ્તો કર્યો હતો. સમાજમાં સૂર્યગ્રહણ દરમિયાન કઈ ખાવું પીવું ન જોઈએ તેવી માન્યતા છે. ત્યારે સમાજમાં ફેલાયેલ અંધશ્રદ્ધાને દૂર કરવા માટે સૂર્યગ્રહણ સમયે નાસ્તો ખાવામાં આવ્યો હતો. 

3/5
image

સૂર્યગ્રહણને નિહાળવા મોટી સંખ્યામાં સોમનાથવાસીઓ ચોપાટી પર પહોંચ્યા હતા. સોમનાથવાસી દ્વારા સૂર્યગ્રહણ જાણો અને નિહાળો કાર્યક્રમ યોજાયો હતો. સોમનાથની દરેક શાળાના વિદ્યાર્થીઓ તેમજ યાત્રિકો મોટી સંખ્યામાં ચોપાટી પર પહોંચ્યા હતા, અને સૂર્યગ્રહણને નિહાળ્યું હતું. 

4/5
image

બારેમાસ ભક્તોથી ધમધમતા અંબાજી મંદિરના આજે દ્વારા બંધ કરાયા હતા. જેથી અંબાજી મંદિરના પ્રાંગણમાં એક ચકલુય ફરક્યું ન હતું.   

5/5
image

સોમનાથ મંદિર પણ સૂર્યગ્રહણને પગલે બંધ રખાયું હતું. જેથી મંદિરની બહાર બોર્ડ મૂકવામાં આવ્યું હતુ.