આદિવાસી બાળક News

"જેણા-જેણા ઘૂઘરા વાગતાતા....." ગીતો ગાઈને આ આદિવાસી બાળક બની ગયો સ્ટાર...
હવે તમારામાં ટેલેન્ટ હોય તો તમને કોઈ પ્લેટફોર્મની જરૂર નથી. દુનિયાના કોઈ પણ ખૂણામાં છુપાયેલું ટેલેન્ટ કેમ ન હોય, તે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજાગર થી જ જાય છે. બનાસકાંઠાનો છોટુ આ જ રીતે ફેમસ થઈ ગયો, અને આજે લાખો લોકો તેના ગીતના વખાણ કરતા થાકતા નથી.  આ બાળક બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના જામરું ગામનો રહેવાસી છે. તેનું નામ ચેતન તરાલ છે. લોકો પ્રેમથી તેને છોટુ કહીને બોલાવે છે. તેના માતા પિતા બંને વિકલાંગ છે, ઘર પરિવાર પણ તેના માતા પિતા ખેતીવાડી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે, અને તેના આ સાત વર્ષના લીટર સિંગરને ત્રીજા ધોરણમાં અભ્યાસ પણ કરાવી રહ્યા છે. આ છોટુ ઉર્ફે ચેતન તરાલને ગાવાની સાથે ડાન્સનો શોખ છે.
Dec 22,2024, 16:33 PM IST

Trending news