ગુજરાતના આદિવાસી બાળકની કમાલ! ટ્રેનિંગ વગર વગાડે છે અદ્દભૂત વાંસળી, એવા સૂર રેલાવે છે કે....
પાવી જેતપુર તાલુકાનો આદિવાસી બાળક જે કોય પણ જાતની ટ્રેનિંગ વગર અદભુત વાંસળીના શૂર રેલાવે છે. આમ તો આધુનિક યુગમાં બાળકો મોબાઈલનો દૂર ઉપયોગ કરે છે પરંતુ આ આદિવાસી બાળકે મોબાઈલનો સદ્ ઉપયોગ કરીને યૂટ્યૂબના મદદથી વાંસળી વગાડતા શીખ્યો.
Trending Photos
ઝી બ્યુરો/છોટા ઉદેપુર: જિલ્લાના નાનકડા એવા ગામ સજવા ગામનો આદિવાસી બાળકે કમાલ કરી છે. ટ્રેનિંગ વગર આઝાદ કોલચાયે વાંસળી વગાડતા શીખી અદભુત શૂર રેલાવે છે. પાવી જેતપુર તાલુકાનો આદિવાસી બાળક જે કોય પણ જાતની ટ્રેનિંગ વગર અદભુત વાંસળીના શૂર રેલાવે છે. આમ તો આધુનિક યુગમાં બાળકો મોબાઈલનો દૂર ઉપયોગ કરે છે પરંતુ આ આદિવાસી બાળકે મોબાઈલનો સદ્ ઉપયોગ કરીને યૂટ્યૂબના મદદથી વાંસળી વગાડતા શીખ્યો.
નાનપણથી સંગીતનો શોખ હોય અને આઝાદના જન્મદિવસે તેના પિતા દ્વારા ગિફ્ટમાં વાંસળી આપી અને આઝાદે ધીમે ધીમે વાંસળીના શૂર લગાવ્યા. યુટ્યુબના મદદથી વાંસળી વગાડતા શીખ્યો અને સ્કૂલમાં આઝાદે તાલુકા કક્ષાનો કલા ઉત્સાહમાં સંગીત વાદન સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ નંબર મેળવ્યો હતો.
આઝાદે જિલ્લા કક્ષાએ ભાગ લીધો અને જિલ્લા કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવ્યો હતો. આઝાદના વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થતા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે ગાંધીનગર ઑફિસ બોલાવી આઝાદનું સન્માન કરવામાં આવ્યું હતું. હાલ આઝાદ 8મું ધોરણ પાસ કરી 9માં ધોરણમાં પ્રવેશ લઇ રહ્યો છે અને તમામ બાળકોને મોબાઈલનો સદ્ ઉપયોગ કરવા માટે અપીલ કરી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે