WPL 2023: ગુજરાતની ટીમનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટની શરૂઆત પહેલાં જ આ ખેલાડી સામેલ

WPL 2023: આજથી વુમન્સ પ્રીમિયર લીગની પહેલી સીઝનની શરૂઆત થવા જઈ રહી છે. પહેલા મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સની ટીમ આમને સામને હશે. મુકાબલો સાંજે 07.30 વાગ્યે મુંબઈમાં થશે. 
 

WPL 2023: ગુજરાતની ટીમનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટની શરૂઆત પહેલાં જ આ ખેલાડી સામેલ

Kim Garth replaces Deandra Dottin: IPLની જેમ BCCIએ WPLની શરૂઆત કરી દીધી છે. આજે એટલે 4 માર્ચથી મહિલા ક્રિકેટ લીગ ટૂર્નામેન્ટની શરૂઆત થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટ 4 માર્ચથી શરૂ થઈને 26 માર્ચ સુધી ચાલશે વુમન્સ પ્રીમિયર લીગની તમામ મેચ મુંબઈમાં જ રમાશે. પહેલી મેચમાં હરમનપ્રીત કૌરની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને બેથ મૂનીની ગુજરાત જાયન્ટ્સ વચ્ચે થશે. મુકાબલા પહેલાં ગુજરાતે પોતાની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. 

ગુજરાત જાયન્ટ્સ ટીમે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રમાનારી મેચ પહેલાં ઓસ્ટ્રેલિયાઈ વર્લ્ડ કપ વિજેતા ટીમની ખેલાડીને ટીમમાં સામેલ કર્યા છે. ગુજરાતે ઓસ્ટ્રેલાઈ ખેલાડી કિમ ગર્થને ટીમમાં સામેલ કરી છે. જોકે, ગર્થ આ પહેલાં આયર્લેન્ડ ક્રિકેટ તરફથી રમી ચૂકી છે. ઉલ્લેખનિય છેકે, કિમ ગર્થે ગયા વર્ષે જ ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કર્યું છે. જોકે, તેમણે ટી20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા તરફથી કોઈ મેચ નથી રમી. 

આ પણ વાંચો: Malaika Bedroom Secrets: Arjun Kapoor બેડમાં મારી ઉપર આવી જાય છે અને પછી સવાર સુધી..
આ પણ વાંચો: ભારતમાં આ મર્ડર મિસ્ટ્રી પર બની જરજસ્ત હિન્દી ફિલ્મો, કરી તાબડતોડ કમાણી
આ પણ વાંચો:
 ભૂખ ન લાગવી પણ છે ગંભીર સમસ્યા, જાણો કઈ રીતે વધારી શકો છો તમારી ભૂખ
​આ પણ વાંચો:  પુરૂષો અને સ્ત્રીઓએ દરરોજ કેટલું પીવું જોઇએ પાણી, શુગર લેવલને કરે છે કંટ્રોલ

આ મોટા ખેલાડીનું રિપ્લેસમેન્ટ
ગુજરાતની ટીમે વેસ્ટ ઈન્ડિઝની ઓલરાઉન્ડર ડિએન્ડ્રા ડૉર્ટિનની જગ્યાએ ટીમમાં કિમ ગર્થને સામેલ કરી છે. ગુજરાતે ડિએન્ડ્રા ડૉર્ટિનને 60 લાખ રૂપિયામાં ખરીદી હતી પરંતુ ઈજાના કારણે તે સમગ્ર વુમન્સ પ્રીમિયર લીગ સીઝનમાંથી બહાર થઈ ગઈ છે. ડૉર્ટિનની ટીમમાં ગેરહાજરી ગુજરાત માટે મોટો ઝટકો છે. ઓલરાઉન્ડર ડૉર્ટિને 127 ટી20 મેચ રમી છે જેમાંથી તેમણે 2700 રન બનાવ્યા છે, આ ઉપરાંત 62 વિકેટ લેવામાં પણ સફળ રહી છે. 

આયરલેન્ડ તરફથી રમતી હતી કિમ ગર્થ
ઓસ્ટ્રેલિયા ટીમ સાથે જોડાયા પહેલાં કિમ ગર્થે આયરલેન્ડ વુમન્સની નેશનલ ટીમ તરફથી કરિયરની શરૂઆત કરી હતી. તેમણે આયરલેન્ડ તરફથી સૌથી ઓછી ઉંમરમાં ડેબ્યૂ કર્યું હતું. તેમનું ડેબ્યૂ 14 વર્ષ અને 70 દિવસની ઉંમરમાં થયું હતું. ગર્થે આયરલેન્ડ તરફથી ટી20 વર્લ્ડકપમાં પણ ભાગ લીધો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news