ઘરે બેઠા પૈસા કમાવવાની જાહેરાત જોવો તો ચેતી જજો, નહિ તો એકાઉન્ટ થઈ શકે છે સાફ

મૂળ રાજસ્થાનની આ ગેંગ વિડીયો લાઈક કરવાના રૂપિયા આપવાના બહાને પહેલા ચાર્જીસ ના નામે પૈસા પડાવી લેતી જોકે સાયબર ક્રાઇમ ને આ અંગે ફરિયાદ મળતા હાલ પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ઘરે બેઠા પૈસા કમાવવાની જાહેરાત જોવો તો ચેતી જજો, નહિ તો એકાઉન્ટ થઈ શકે છે સાફ

મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદ સાઇબર ક્રાઈમે સોશિયલ મીડીયા મારફતે શોર્ટકટ થી રૂપિયા કમાવવાની સ્કીમો ચલાવતી ટોળકીને ઝડપી પાડી છે. મૂળ રાજસ્થાનની આ ગેંગ વિડીયો લાઈક કરવાના રૂપિયા આપવાના બહાને પહેલા ચાર્જીસ ના નામે પૈસા પડાવી લેતી જોકે સાયબર ક્રાઇમ ને આ અંગે ફરિયાદ મળતા હાલ પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ કસ્ટડીમાં રહેલા આ આરોપીઓને નામ છે રાજકુમાર યાદવ ,ફારૂક હુસેન, ઇમરાન મન્સૂરી અને વિશાલ દુધેલીયા, મુકેશ ગોટી આ પાંચે આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણે આરોપીઓ રાજસ્થાનમાં અકોલા વિસ્તારમાંથી સોશિયલ મીડિયા માં વિડિયો કે ઈમેજ લાઈક કરવાના બહાને વળતર આપવાનું કહીને છેતરતી હતી. જોકે આ ત્રણ આરોપીઓની ધરપકડ બાદ ગુજરાતના બે આરોપીઓની પણ સંડોવણી સામે આવતા તેમની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી. 

આ ગેંગરી મોડેસ ઓપરેન્ડીંગ વાત કરીએ તો પહેલા whatsapp ઉપર ફ્રિલાન્સ જોબ ના મેસેજ કરી એક લિંક મોકલી આપતા અને તે લિંક ઓપન કરતાં તેમાંથી એક ટેલિગ્રામ ની પ્રોફાઈલ રૂપિયા કમાવા અંગેની આખી જાહેરાત જોવા મળતી અને ઈચ્છુક વ્યક્તિઓ ને આ ટોળકી તેના સંલગ્ન ગ્રુપોમાં એડ કરી અલગ અલગ ટાસ્ક લાઈક કરવા માટે સોપતા હતા.

પોલીસે આરોપીનીયો પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વિડિયો લાઈક કરવા માટે એક એકાઉન્ટમાં જુદા જુદા ચાર્જીસ અને ઓર્થોરાઈઝ કંપની ના જીએસટી પેટે રૂપિયા ભરાવવામાં આવતા હતા બાદમાં ભોગ બનનાર વ્યક્તિઓ આ ટાસ્ક માં જોડાઈને તેમાંથી વધુ રૂપિયા કમાઈ શકે તેવી લાલચ આપીને તેમના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા પણ જમા કરાવતા પરંતુ આ રૂપિયા પોતાના એકાઉન્ટમાંથી ઉપાડી નહીં શકતા ભોગ બનનારા ચારેય લોકોની પોલીસને ફરિયાદ મળતા પોલીસે આ ગેંગ ને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. 

ટેકનિકલ સર્વેન્સના આધારે રાજસ્થાનના અકોલામાં આ પ્રકારે આખું ઓર્ગેનાઇઝ ક્રાઈમ ચલાવવા હોવાનું સામે આવ્યું.હાલ તો આ પાંચે આરોપીઓની પોલીસે ધરપકડ કરતા ગુનામાં વપરાયેલ નવ મોબાઇલ અલગ અલગ બેન્ક એકાઉન્ટ ની કીટો તથા એક કાર સહિત ત્રણ લાખથી વધુ નો મુદ્દા માલ કબજે કર્યો છે.

જોકે છેલ્લા કેટલાય સમયથી ચાલતા આ છેતરપિંડીના વ્યવસાય સાથે અન્ય કોણ કોણ જોડાયેલું છે અને કેટલા સમયથી આ મોડેલ્સ એપ્રેન્ટી દ્વારા લોકોને ટાર્ગેટ બનાવવામાં આવતા હતા તે અંગે પૂછપરછ કરવા પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news